કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના નવા 5 કેસની સામે 29 દર્દી સાજા થયા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાંથી કોરોનાના નવા 5 કેસમાં મનપા વિસ્તારમાંથી 3 અને 3 કેસ ગાંધીનગર અને માણસા તાલુકામાંથી નોંધાયા છે. આથી કોરોનાના સંક્રમણની સામે સાજા થનાર દર્દીઓનો આંકડો 6 ગણો વધારે એટલે કે 29 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મનપા વિસ્તારમાંથી એચ1 એન1ના નવા ત્રણ કેસ નોંધાયા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણ કરતા સાજા થનાર દર્દીઓનો દર શનિવારે છ ગણો રહ્યો હતો. મનપા વિસ્તારમાંથી સેક્ટર-7ની 27 વર્ષીય યુવતી, ઇન્ફોસીટીમાંથી 77 વર્ષીય વૃદ્ધ, 35 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.

જ્યારે તેની સામે 9 દર્દીઓ સારવારથી સાજા થયા છે. જ્યારે ચારેય તાલુકામાંથી 20 દર્દીઓ સાજા થયા છે. તેની સામે અડાલજની 44 વર્ષીય મહિલા અને માણસા તાલુકાના બાપુનગરનો 35 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. મનપા વિસ્તારમાંથી એચ1 એન1ના વધુ ત્રણ કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-12ની 50 વર્ષીય મહિલા, સરગાસણનો 10 વર્ષીય કિશોર, સેક્ટર-12નો 23 વર્ષીય યુવાનનો એચ1 એન1નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...