તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:ગાંધીનગર જિલ્લામાં વધુ 29 લોકો કોરોનાની ઝપટમાં

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ અને સેક્ટર-26ના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત
  • કુલ આંક 106

કોરોનાના વધુ 29 કેસ નોંધાતા કુલ આંકડો 1780 થયો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લેતા કલોલના 83 વર્ષીય અને સેક્ટર-26ના 78 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા જિલ્લામાં અત્યાર સુધી 106 દર્દીઓ કોરોનાની સામે હારી ગયા છે. નવા નોંધાયેલા કેસમાં ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 13, મનપા વિસ્તારમાંથી 7, કલોલમાંથી 6 અને માણસામાંથી 3 નવા કેસ નોંધાયા છે. જ્યારે દહેગામમાંથી એકપણ કેસ નહી નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

સ્ટાફ બ્રધર, MR, પશુચિકિત્સક સંક્રમિત થયા: જિલ્લાના 1233 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા
જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં ગાંધીનગર સિવીલ હોસ્પિટલનો બર્ધર, માણસાના પશુચિકિત્સક, મેડિકલ રિપેઝન્ટેટીવ સહિત સંક્રમિત થયા છે. જ્યારે જિલ્લાના વધુ 15 દર્દીઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપી છે. જેને પરિણામે જિલ્લાના 1233 દર્દીઓ કોરોનાથી મુક્ત થવામાં સફળ રહ્યા છે. મનપા વિસ્તારમાં નવા 7 કેસમાં સેક્ટર-7માં રહેતા અને માણસામાં પશુચિકિત્સક તરીકે નોકરી કરતો 43 વર્ષીય યુવાન અને સેક્ટર-12માં રહેતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલના 34 વર્ષીય સ્ટાફ બર્ધર તથા ફાર્મા કંપનીમાં મેડિકલ રિપેઝન્ટેટીવ તરીકે નોકરી કરતો સેક્ટર-4નો 34 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે સેક્ટર-24માંથી બે કેસમાં સરગાસણમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવાતો સેક્ટર-24નો 30 વર્ષીય યુવાન અને ઘરકામ કરતી 24 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત ખાનગી કોન્ટ્રાક્ટર કરતા સેક્ટર-6ના 52 વર્ષીય આધેડ અને હોટલ હવેલીમાં નોકરી કરતા સેક્ટર-7ના 52 વર્ષીય આધેડ પોઝિટિવ થયા છે. જેના કારણે હાલમાં તંત્ર દ્વારા આ અંગે પગલાં લેવાઈ રહ્યા છે.

ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ 13 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકામાંથી નવા નોંધાયેલા 13 કેસમાં પેથાપુરના 4 કેસમાં 54 વર્ષીય અને 57 વર્ષીય આધેડ અને 36 વર્ષીય અને 28 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. જ્યારે વાવોલના 68 વર્ષીય વૃદ્ધ અને લવારપુરનો 25 વર્ષીય યુવાન અને પ્રાંતિયાના 68 વર્ષીય વૃદ્ધ તેમજ કોલવડાનો 34 વર્ષીય યુવાન તથા ભાટનો 42 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. ઉપરાંત 4 ગૃહિણીઓમાં કોબાની 29 વર્ષીય અને 32 વર્ષીય જ્યારે કુડાસણની 29 વર્ષીય તેમજ રાયસણની 40 વર્ષીય ગૃહિણીનો સમાવેશ થાય છે.

કલોલમાં 6 અને માણસામાં નવા 3 કેસ નોંધાતા લોકોમાં ચિંતા
કલોલ તાલુકામાં નવા નોંધાયેલા 6 કેસમાં છત્રાલના 50 વર્ષીય આધેડ અને સઇજના 69 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાંથી કાનન એપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષીય યુવાન અને કેશવનગર સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતી તથા હરીઓમ એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય આધેડ તેમજ મટવાકુવા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. જ્યારે માણસાના ત્રણ કેસમાં બાબુપુરાના 60 વર્ષીય વૃદ્ધ અને નગરપાલિકા વિસ્તારમાંથી 60 વર્ષીય ગૃહિણી અને 29 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. જિલ્લામાં ં ગાંધીનગર સિવીલ હોસ્પિટલનો બર્ધર, માણસાના પશુચિકિત્સક, મેડિકલ રિપેઝન્ટેટીવ સહિત સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...