તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:284 કોરોનાના કેસ 11 માસની બાળકીથી લઇને 95 વર્ષના વૃદ્ધ સંક્રમિત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 36નાં મોત : કોરોનાને હરાવનારી જિલ્લાના 12,799માં શનિવારે વધુ 231 વ્યક્તિઓનો સમાવેશ

જિલ્લામાં કોરોનાના વધુ 284 કેસ નોંધાતા કુલ આંકડો 16357એ પહોંચ્યો છે. જોકે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ભલે ઘટી રહ્યો છે. પરંતુ સારવાર લઇ રહેલા દર્દીઓના મોતનો આંકડો વધતા ચિંતા યથાવત રહેવા પામી છે. છેલ્લા 24 કલાકમાં સારવાર લેતા વધુ 36 દર્દીઓના મોતથી કુલ 1730એ પહોંચ્યો છે.

જોકે કોરોનાના દર્દીઓના મોતની સાચી વિગત તો ડેથ ઓડિટ બાદ જ જાણવા મળશે. શનિવારે સંક્રમિતોમાં 11 માસની બાળકીથી લઇને 95 વર્ષના વૃદ્ધા પણ બાકાત રહ્યા નથી. જ્યારે સારવારને અંતે વધુ 231 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી જિલ્લાના 12799 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાના કેસનો મનપા વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે કે બતાવવામાં આવી રહ્યું હોય તેમ હોસ્પિટલોની ભરચક સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

જ્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના કેસ ઘટ્યા નથી. જ્યારે મનપા વિસ્તારમાં કેસમાં ઘટાડાને જોતા આગામી નવેમ્બર કે ડિસેમ્બરમાં મનપાની ચુંટણી યોજવા માટેની તૈયારીઓ કરી રહ્યા હોય તેવી શક્યતાઓ પણ રહેલી છે. તમામ દર્દીના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 159 વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવી
જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 160 કેસ નોંધાયા છે. તેમાં કલોલ તાલુકામાંથી 70 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 21, સઇજમાંથી 4, ઓળામાંથી 5, આરસોડિયામાંથી 2, ધમાસણામાંથી 1, પાનસરમાંથી 1, ધાનોટમાંથી 2, છત્રાલમાંથી 3, મોટી ભોંયણમાંથી 10, ખાત્રજમાંથી 1, કારોલીમાંથી 4, હાજીપુરમાંથી 1, ભીમાસણમાંથી 2, વડસરમાંથી 3, સબાસપુરમાંથી 1, જાસપુરમાંથી 4, ધાનજમાંથી 1, બોરીસણામાંથી 4 કેસ નોંધાયા છે. માણસા તાલુકામાંથી 37 કેસમાં આજોલમાંથી 3, બિલોદરામાંથી 2, વિહારમાંથી 2, ઇટાદરામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 10, લોદરામાંથી 5, પુંધરામાંથી 6, સોજામાંથી 2, ભીમપુરામાંથી 2, માણેકપુરમાંથી 1, વરસોડામાંથી 1, વેડામાંથી 1, વ્યાસપાલડીમાંથી 1 કેસ નોંધાયો છે. ગાંધીનગર તાલુકામાંથી 30 કેસમાં સોનારડામાંથી 1, રાયપુરમાંથી 1, મેદરામાંથી 1, મગોડીમાંથી 1, ઇસનપુરમોટામાંથી 2, આલમપુરમાંથી 1, વાસણમાંથી 3, સોનીપુરમાંથી 2, રૂપાલમાંથી 5, છાલામાંથી 1, ટીંટોડામાંથી 2, સરઢવમાંથી 3, વાંકાનેરડામાંથી 1, સાદરામાંથી 1, લેકાવાડામાંથી 2, દોલારાણા વાસણામાંથી 1, દશેલામાંથી 1 કેસ નોંધાયો છે. દહેગામ તાલુકામાંથી નવા 22 કેસમાં વડવાસામાંથી 2, સુજાના મુવાડામાંથી 1, સાંપામાંથી 1, સામેત્રીમાંથી 1, રખીયાલમાંથી 3, ખાનપુરમાંથી 7, પીપળજમાંથી 3, નવા થાંભલીયામાંથી 1, લિહોડામાંથી 2, ડેમાલિયામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપાના 36 વિસ્તારોમાંથી સિંગલ ડિજિટમાં કેસ
મનપા વિસ્તારમાંથી 124 કેસમાં સેક્ટર-29માંથી 9, સેક્ટર-3માંથી 9, સેક્ટર-2માંથી 8, કુડાસણમાંથી 6, સેક્ટર-30માંથી 6, સેક્ટર-17માંથી 6, સેક્ટર-5માંથી 6, સેક્ટર-24માંથી 5, સેક્ટર-8માંથી 5, સેક્ટર-21માંથી 4, સેક્ટર-19માંથી 4, સેક્ટર-13માંથી 4, સેક્ટર-27માંથી 4, રાયસણમાંથી 4, સરગાસણમાંંથી 4, રાંદેસણમાંથી 3, સેક્ટર-23માંથી 3, સેક્ટર-22માંથી 3, ભાટમાંથી 3, સેક્ટર-7માંથી 3, સેક્ટર-4માંથી 3, સેક્ટર-1માંથી 2, સેક્ટર-14માંથી 2, સેક્ટર-15માંથી 1, સેક્ટર-26માંથી 1, સેક્ટર-28માંથી 2, અમિયાપુરમાંથી 1, બોરીજમાંથી 2, ખોરજમાંથી 1, કોલવડામાંથી 1, પાલજમાંથી 1, રાંધેજામાંથી 1, સુઘડમાંથી 4, વાવોલમાંથી 2, ઝુંડાલમાંથી 1 કેસ નોંધાયો છે.

નારદીપુરામાં 33 દિવસ લોકડાઉન રાખી કોરોના ઉપર કાબુ મેળવ્યો
કોરોનાની બીજી લહેરની ભયાનકતા ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી હતી. ત્યારે કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પણ આ સંક્રમણ વધતા આશરે 250 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાંથી 30થી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે તેને અટકાવવા માટે ગ્રામપંચાયત દ્વારા 3 તબક્કામાં સતત 33 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હતું.

સમગ્ર ગામને 5 દિવસ સેનેટાઈઝર પણ કરાયું હતું. આ ઉપરાંત પંચાયત દ્વારા કોલવડા આયુર્વેદિક કોલેજના સહયોગથી 15 દિવસ સુધી ઘરે-ઘરે ઉકાળાનું વિતરણ કર્યું હતું. ગામની કુમાર શાળામાં 20 બેડની ઓઈસોલેશન હોસ્પિટલ બનાવવા આવી જેમાં રહેવા જમવા તેમજ ઓક્સિજન ની વ્યવસ્થા કરાઈ છે. ગ્રામજનોએ લોકડાઉન સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાતા હાલમાં નવા કેસ નહીંવત્ પ્રમાણમાં આવે છે. હાલમાં આશરે 10 જેટલા એક્ટિવ કેસ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...