તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોરીસણાં ગામની સીમમાંથી 2800 લીટર વોશ તેમજ 21 કેરબા ભરીને દેશી દારૂ ઝડપાયો, બે રીઢા બુટલેગર ફરાર

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી હાથ ધરતા સ્થળ પરથી કંતાનથી ઢાંકેલા 14 પીપ મળી આવ્યા

કલોલ તાલુકાના બોરીસણાં ગામની સીમમાં દરોડો પાડીને ક્રાઇમ બ્રાંચ દ્વારા 2800 લીટર વોશ તેમજ 21 કેરબા ભરીને દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે આ દરોડા દરમિયાન બે રીઢા બુટલેગર પોલીસને થાપ આપીને નાસી જવામાં સફળ રહેતા કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બુટલેગરોના વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા

ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જય વાઘેલા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃતિઓ પર વોચ રાખી આકસ્મિક દરોડા પાડવામાં આવતા હોય છે. જે અન્વયે ગઈકાલે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.એસ.રાઓલ સ્ટાફના માણસો સાથે લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિઓ અંગે ગુપ્તરાહે તપાસમાં નીકળ્યા હતા.

બન્ને બુટલેગરોને ગંધ આવી જતાં સ્થળ પરથી નાસી ગયા

તે દરમિયાન બાતમી મળી હતી કે કલોલ તાલુકાના બોરીસણાં ગામની સીમમાં રીઢા બુટલેગર દિનેશજી માધાજી ઠાકોર તેમજ રણજીતજી અરજણજી ઠાકોર (બન્ને રહે. લક્ષ્મીપુરા કલોલ) દેશી દારૂ ગાળવાની તેમજ વેચવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચની ટીમ બાતમી વાળી જગ્યાએ દોડી ગઈ હતી. જે અંગે બન્ને બુટલેગરોને ગંધ આવી જતાં સ્થળ પરથી નાસી ગયા હતા.

સ્થળ પરથી કંતાનથી ઢાંકેલા 14 પીપ મળી આવ્યા

પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરતા સ્થળ પરથી કંતાનથી ઢાંકેલા 14 પીપ મળી આવ્યા હતા. જેમાં 2800 લીટર દેશી દારૂ ગાળવા માટેનો વોશ ભરેલો હતો. ઉપરાંત 21 કેરબામાં ભરેલો 735 લીટર દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. આથી પોલીસે તમામ જથ્થાનો સ્થળ પર નિકાલ કરી ગુનો દાખલ કરાવતા કલોલ તાલુકા પોલીસ ફફડી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...