કૃષિ:ઠંડીનું જોર વધવાને પગલે ગાંધીનગર જિલ્લામાં 21173 હેક્ટરમાં 28 ટકા રવી પાકનું વાવેતર

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ વિવિધ પાકની વાવણી કરી છે. - Divya Bhaskar
ખેડૂતોએ વિવિધ પાકની વાવણી કરી છે.
  • ગાંધીનગરમાં 7357, માણસામાં 6694, દહેગામમાં 5013 અને કલોલમાં 2109 હેક્ટરમાં વાવેતર કરાયું

ઠંડીની જમાવટને પગલે જિલ્લાના ખેડુતોમાં રવી પાકનું વાવેતરમાં વેગ આવ્યો છે. જેમાં રવી પાકના વાવેતરના પ્રારંભમાં જ અત્યાર સુધી જિલ્લામાં 21173 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં બટાટા, ઘઉં, શાકભાજી, રાઇ અને ઘાસચારાનું વાવેતર વધારે થવા પામ્યું છે.છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચોમાસું સારૂ રહેતા ખરીફ પાકના ઉત્પાદનમાં ખેડૂતોની મહેનત રંગ લાવી હતી. જ્યારે નવરાત્રીથી પડી રહેલી ઠંડીને પગલે જિલ્લામાં રવિ પાકના વાવેતર રંગ લાવ્યું છે. જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરના પ્રારંભમાં જ 21173 હેક્ટરમાં વાવેતર કરી દીધું છે.

તેમાં સૌથી વધુ વાવેતર ચાર તાલુકામાંથી ગાંધીનગરમાં 7357 હેક્ટર, માણસામાં 6694 હેક્ટર, દહેગામમાં 5013 હેક્ટર અને કલોલમાં 2109 હેક્ટરમાં ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું છે. જોકે તેમાં રવિ પાકમાં જિલ્લાના ખેડૂતોએ બટાટાનું 4575 હેક્ટર, શાકભાજીનું 2565 હેક્ટર, ઘાસચારાનું 6078 હેક્ટરમાં, વરીયાળીનું 348 હેક્ટરમાં, તમાકુંનું 957 હેક્ટરમાં, રાઇનું 1301 હેક્ટરમાં, ચણાનું 442 હેક્ટરમાં, ઘઉંનું 4907 હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. જોકે જિલ્લામાં રવીપાકનું વાવેતર 75688 હેક્ટર જમીનમાં થતું હોય છે.

પરંતુ ચાલુ વર્ષે વરસાદ સારો રહ્યા બાદ ઠંડી પણ સારી પડતી હોવાથી રવીપાકનું વાવેતરમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આથી રવી પાકના વાવેતરના પ્રારંભમાં જ જિલ્લામાં અત્યાર સુધીમાં 28 ટકા વાવેતર ખેડૂતોએ કરી દીધું છે. જોકે હજુ ડિસેમ્બરના પ્રથમ વીક સુધી ખેડૂતો રવી પાકનું વાવેતર કરતા હોય છે. આથી છેલ્લા ત્રણની સરખામણીએ ચાલુ વર્ષે રવી પાકનું વાવેતર વધવાની શક્યતા રહેલી છે. તેમ શરૂઆતમાં થયેલા 28 ટકા જેટલા રવીપાકના વાવેતર પરથી લાગી રહ્યું છે. સામાન્ય રીતે દહેગામ તાલુકામાં બટાટાનું વાવેતર વધુ થતું હોય છે. જેથી આ સીઝનમાં પણ બટાટાનું ઉત્પાદન વધુ થાય તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...