વધુ 59 કેસ:મનપામાં 28 અને 4 તાલુકામાં 31 કોરોનાના કેસ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ત્રણે દિવસ પહેલાં જિલ્લામાં કોરોનાના કેસ 100એ પહોંચ્યા બાદ બે દિવસથી કોરોનાના કેસમાં ઓટ આવી રહી છે. શનિવારે જિલ્લાની વધુ 59 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે. તો તેની સામે 79 દર્દીઓ કોરોનાને હરાવ્યો છે. મનપા વિસ્તારમાંથી 28 સંક્રમિતોની સામે 34 દર્દીઓ સાજા થયા છે. જ્યારે ચાર તાલુકામાંથી 31 કેસની સામે 45 લોકો સાજા થયા. કોરોનાની ચોથી લહેરમાં કોરોનાના સંક્રમણમાં ચડઉતરની સ્થિતિ જોવા મળી રહી છે.

ત્રણેક દિવસ અગાઉ જિલ્લામાંથી કોરોનાના 100 કેસ નોંધાયા બાદ બે દિવસથી ઓટ આવી છે. તેમાં શનિવારે કોરોનાના નવા 59 કેસ નોંધાયા છે. તેમાં મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સેક્ટર-1નો 32 વર્ષીય યુવાન, સેક્ટર-2માંથી 28 વર્ષીય યુવાન, 86 વર્ષીય મહિલા, 65 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-8માંથી 26 વર્ષીય યુવતી, 58 વર્ષીય આધેડ, સેક્ટર-12નો 20 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-14ના 68 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-23નો 31 વર્ષીય યુવાન, સેક્ટર-25માંથી 50 વર્ષીય આધેડ, 87 વર્ષીય મહિલા, સેક્ટર-25માંથી 50 વર્ષીય આધેડ, 87 વર્ષીય મહિલા, સેક્ટર-29માંથી 35 વર્ષીય મહિલા, 18 વર્ષીય વિદ્યાર્થીની, 31 વર્ષીય યુવાન, સેક્ટર-30માંથી 51 વર્ષીય અને 59 વર્ષીય બે મહિલાઓ, બોરીજમાંથી 20 વર્ષીય વિદ્યાર્થીની, કોલવડામાંથી 22 વર્ષીય વિદ્યાર્થી, કુડાસણમાંથી 31 વર્ષીય મહિલા, 25 વર્ષીય યુવાન, પેથાપુરની 42 વર્ષીય મહિલા, રાંદેસણની 57 વર્ષીય આધેડ, સરગાસણમાંથી 23 વર્ષીય યુવતી, 15 વર્ષીય વિદ્યાર્થી, 54 વર્ષીય મહિલા, વાવોલમાંથી 38 વર્ષીય, 21 વર્ષીય મહિલા, 21 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાંથી 10 વર્ષીય વિદ્યાર્થી, 66 વર્ષીય વૃદ્ધા, કડાદરાનો 24 વર્ષીય યુવાન, રખીયાલના 60 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. ગાંધીનગર તાલુકાના અડાલજમાંથી 40 વર્ષીય, 21 વર્ષીય મહિલાઓ, 62 વર્ષીય વૃદ્ધ, દંતાલીના 54 વર્ષીય આધેડ, માધવગઢમાંથી 40 વર્ષીય, 65 વર્ષીય મહિલાઓ, મોતીપુરાનો 29 વર્ષીય યુવાન, ઉનાવાના 62 વર્ષીય વૃદ્ધ, ઉવારસદના 63 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

કલોલ તાલુકાના બોરીસણાની 13 વર્ષીય વિદ્યાર્થીની, હાજીપુરની 40 વર્ષીય મહિલા, મોટીભોયણમાંથી 18 વર્ષીય યુવાન, 20 વર્ષીય યુવાન, પાલિકા વિસ્તારમાંથી 26 વર્ષીય, 31 વર્ષીય બે યુવાનો, 36 વર્ષીય અને 26 વર્ષીય મહિલાઓ, 50 વર્ષીય આધેડ, છત્રાલની 27 વર્ષીય મહિલા સહિતનો સમાવેશ થાય છે.

આજે રસીકરણ ચાલુ રહેશે
ગાંધીનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં પ્રિકોશન ડોઝ સહિતની રસી માટે તારીખ 31મી, જુલાઇના રોજ તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન રસી આપવામાં આવશે. આથી નગરવાસીઓએ તેનો લાભ લઇને રસી લઇ શકશે તેમ મનપાના આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...