માગણી:કોંગ્રેસને કોરોનાથી મૃત્યુ સહાય માટે 27,300 લોકોની અરજી; 77.3 ટકા લોકોનાં હોસ્પિટલમાં મૃત્યુ થયાં

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકોને 4 લાખની સહાય ચૂકવો : ચાવડા

કોંગ્રેસે કોવિડ-19ના કારણે મૃત્યુ પામનાર નાગરિકના પરિવારને રૂ. 4 લાખની સહાય સરકાર આપે તેવી સરકારમાં રજૂઆત કરવા કોરોનાથી જે પરિવારના સ્વજનના મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી અરજી મગાવી હતી. જેમાં કોંગ્રેસને 17300 ઓનલાઇન અને 10 હજાર રૂબરૂમાં અરજી મળી હતી. આ અસરગ્રસ્ત પરિવારને રૂ. 4 લાખની સહાય ચુકવવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માગ કરી છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કહ્યા પ્રમાણે કોરોનાથી મોતનાે આંકડો મોટો છે. પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું હતું કે, મૃત્યુ પામનારને રૂ. 4 લાખની સહાય મળે અને એ સમગ્ર બાબત રાજ્ય સરકારની જે અસંવેદનશીલ છે તેને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક સંનિષ્ઠ પ્રયાસ ગુજરાતના નાગરિકો માટે કરાયો છે. કોંગ્રેસને મળેલી 27,300 અરજી પૈકી 77.3 ટકા લોકો હોસ્પિટલમાં અને 22 ટકા લોકો ઘરે જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેવું બહાર આવ્યું છે તેમ ચાવડાએ કહ્યું હતું. તેમણે એવી માગ કરી હતી કે, વાવાઝોડાથી વિનાશ થઇ ગયો છે ત્યારે રાજય સરકાર તાત્કાલિક સહાય જાહેર કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...