તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના 270 નવા કેસ આવ્યા, 293 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 29 લોકોએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો

જિલ્લામાં નવા 270 કેસ સાથે કુલ આંકડો 16672એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાની મહામારીના સવા વર્ષમાં પ્રથમ વખત રવિવારે 293 દર્દીઓ સાજા થતા કોરોનાને હરાવનાર જિલ્લાના કુલ દર્દીઓનો આંકડો 13000ને પાર થતા 13092એ પહોંચ્યો છે. ત્યારે બેકાબુ બનીને વધતા જતા કોરોનાના કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધતા સારા સંકેત મળી રહ્યા છે. પરંતુ તેની સામે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓના મોત થતાં કુલ આંકડો 1759એ પહોંચ્યો છે.

જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટમાં જ ખબર પડશે. કોરોનાના વધતા જતા કેસમાં રવિવારે દહેગામ તાલુકામાંથી નવા 45 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1031એ પહોંચ્યો છે. આથી જિલ્લાના ચારેય તાલુકાના કોરોનાના કુલ કેસનો આંકડો ચાર ડિઝીટમાં આવી ગયો છે. જે હજુ કોરોનાના સંક્રમણને રોકવામાં આરોગ્ય તંત્રની સાથે સાથે લોકો નિષ્ફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં 158 કોરોનાના કેસો

ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણના કેસો આંશિક રીતે ઘટી રહ્યાં છે. ત્યારે તેની સામે કોરોના દર્દીઓનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 158 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 112 કોરોના કેસો મળીને કોરોનાનો આંકડો 270 નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 158 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 164 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જ્યારે શહેરી વિસ્તારોમાં પણ 112 કોરોના કેસો મળી આવ્યા છે. જેની સામે 129 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના રસીનો કુલ 1લાખ 89 હજાર 426 લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમજ 69 હજાર 806 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ચારેય તાલુકામાં કુલ કેસ 158 : સૌથી વધુ 56 કેસ માણસા તાલુકામાં નોંધાયા
માણસાના આજોલમાંથી 5, ચરાડામાંથી 1, સમૌમાંથી 1, વિહારમાંથી 1, ખરણામાંથી 1, પરબતપુરામાંથી 1, ખડાતમાંથી 1, કુવાદરામાંથી 1, લાકરોડામાંથી 1, મહુડીમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 17, અંબોડમાંથી 1, લોદરામાંથી 3, પુંધરામાંથી 5, ધેધુમાંથી 1, જામળામાંથી 1, લીંબોદરામાંથી 1, રણછોડપુરામાંથી 1, શોભાસણમાંથી 1, ભીમપુરામાંથી 1, ધોળાકુવામાંથી 1, ચડાસણામાંથી 1, દેલવાડામાંથી 2, મંડાલીમાંથી 3, વેડામાંથી 1, વ્યાસપાલડીમાંથી 2 કેસ નોંધાયા છે. જ્યારે દહેગામમાં સાણોદામાંથી 1, સલકીમાંથી 1, નાંદોલમાંથી 2, હાલીસામાંથી 2, લવાડમાંથી 2, લાખાના મુવાડામાંથી 1, બારોટના મોસમપુરામાંથી 1, ઉદણમાંથી 3, પાટનાકુવામાંથી 1, નવાનગરમાંથી 1, ધારીસણામાંથી 2, ધણિયોલમાંથી 2, ભાદરોડામાંથી 1, બાબરામાંથી 1, પાલુંદરામાંથી 2, હાથીજણમાંથી 1, અમરાજીના મુવાડામાંથી 2, નવા થાંબલીયામાંથી 1, નાગજીના મુવાડામાંથી 1, લિહોડામાંથી 1, કડજોદરામાંથી 2, જિંડવામાંથી 3, બારડોલી કોઠીમાંથી 1, કેશાજીના મુવાડામાંથી 1, દેવ મુવાડામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 5, હિલોલમાંથી 2, બહિયલમાંથી 1 કેસ નોંધાયો છે. કલોલ તાલુકામાંથી 30 કેસમાં બોરીસણામાંથી 3, ધાનજમાંથી 1, જાસપુરમાંથી 2, હાજીપુરમાંથી 1, મોટી ભોંયણમાંથી 1, આમજામાંથી 1, નારદીપુરમાંથી 1, બિલેશ્વરપુરામાંથી 1, છત્રાલમાંથી 4, પલોડિયામાંથી 1, રાકણપુરમાંથી 2, સાંતેજમાંથી 3, આરસોડિયામાંથી 1, ધમાસણામાંથી 1, સઇજમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 6 કેસ નોંધાયા છે. ગાંધીનગર તાલુકામાંથી 27 કેસમાં વલાદમાંથી 1, મેદરામાંથી 1, મગોડીમાંથી 1, લીંબડિયામાંથી 1, ઇસનપુરમોટામાંથી 3, ગલુદણમાંથી 1, ઉવારસદમાંથી 1, અડાલજમાંથી 2, નવા પાલજમાંથી 1, રતનપુરમાંથી 1, મોટા ચિલોડામાંથી 3, ગિયોડમાંથી 3, છાલામાંથી 1, મોટી આદરજમાંથી 2, શિહોલીમોટીમાંથી 1, પ્રાંતિયામાંથી 1, લેકાવાડામાંથી 1, ડભોડામાંથી 1, છાલામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપા વિસ્તારમાં 12 કેસના ઘટાડા સાથે નવા 112 લોકો કોરોના સંક્રમિત
મનપા વિસ્તારમાંથી નવા 112 કેસમાં સેક્ટર-5માંથી 11, સરગાસણમાંથી 11, વાવોલમાંથી 9, સેક્ટર-13માંથી 7, પેથાપુરમાંથી 6, સેક્ટર-14માંથી 5, સેક્ટર-27માંથી 5, કુડાસણમાંથી 4, કોલવડામાંથી 4, સેક્ટર-29માંથી 4, સેક્ટર-25માંથી 4, સેક્ટર-26માંથી 4, સેક્ટર-3માંથી 1, સેક્ટર-4માંથી 2, સેક્ટર-6માંથી 1, સેક્ટર-7માંથી 3, સેક્ટર-12માંથી 2, સેક્ટર-15માંથી 1, સેક્ટર-17માંથી 3, સેક્ટર-20માંથી 2, સેક્ટર-21માંથી 1, સેક્ટર-23માંથી 1, સેક્ટર-30માંથી 2, ભાટમાંથી 2, બોરીજમાંથી 1, ધોળાકુવામાંથી 1, ઇન્ફોસીટીમાંથી 1, કોબામાંથી 2, રાંદેસણમાંથી 3, રાંધેજામાંથી 3, રાયસણમાંથી 2, ઝુંડાલમાંથી 2 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...