તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વકર્યો:લેબટેક્નિશિયન, બિઝનેસમેન, દુકાનદાર સહિત 27ને ચેપ લાગ્યો, કુલ 1835 કેસ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોબાના 87 વર્ષીય વૃદ્ધના મોતથી કુલ આંકડો 109, વધુ 13 સાથે કુલ 1292 વ્યક્તિને રજા અપાઈ
  • જિલ્લાના કલોલ, માણસા અને દહેગામમાં કોરોનાના કેસ કંટ્રોલમાં આવ્યા

જિલ્લામાં કોરોનાના નવા 27 કેસ સાથે કુલ આંકડો 1835એ પહોંચ્યો છે. જિલ્લાના કલોલ, માણસા અને દહેગામ કોરોનાના કેસ કંટ્રોલમાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકો હજુય પણ કોરોના કેસથી કંટ્રોલ બહાર હોય તેમ ગાંધીનગર તાલુકામાંથી નોંધાયેલા 15 અને મનપાના વિસ્તારના 9 સાથે કુલ 24 કેસ પરથી લાગી રહ્યું છે.

કોરોનાથી સંક્રમિતોમાં લેબટેક્શિશિયન, દુકાનદાર, ખાનગી બિઝનેશમેન, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ સહિતની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 13 વ્યક્તિઓને રજા આપતા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1292 વ્યક્તિઓએ કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે કોબાના 87 વર્ષીય વૃદ્ધ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતાં અત્યાર સુધી કોરોનાએ 109 વ્યક્તિઓનો ભોગ લીધો છે. જિલ્લાના માણસામાંથી 2 અને કલોલમાંથી 1 કેસ નોંધાયો છે. તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મનપા વિસ્તારમાં નિવૃત્ત શિક્ષક સહિત 9 વ્યક્તિ કોરોનામાં સપડાયા
મહાનગર પાલિકાના નવા 9 કેસમાં સેક્ટર-6ના બે કેસમાં 63 વર્ષીય વૃદ્ધ અને 53 વર્ષીય આધેડ જ્યારે સેક્ટર-13ના ખાનગી ફાયનાન્સનો બિઝનેશ કરતો 49 વર્ષીય યુવાન તથા સેક્ટર-27ની 30 વર્ષીય ગૃહિણી અને સેક્ટર-26ના 70 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. ઉપરાંત સેક્ટર-22ની 66 વર્ષીય ગૃહિણી અને દુકાનદાર સેક્ટર-24નો 45 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. સેક્ટર-7માં રહેતો ગાંધીનગર મેડિકલ કોલેજના 22 વર્ષીય લેબટેક્નિશિયન અને સેક્ટર-25ના 67 વર્ષીય નિવૃત્ત શિક્ષક સંક્રમિત થયા છે.

માણસાના 2 અને કલોલના 1 કેસ
માણસા તાલુકાના બે કેસમાં નગરપાલિકા વિસ્તારના 53 વર્ષીય આધેડ અને પુંધરાનો 24 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે કલોલના બોરીસણાનો 43 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

ગાંધીનગર તાલુકો હજુય કોરોનાથી કંટ્રોલ બહાર, વધુ 15 કેસ નોંધાયા
કોરોનાની પકડમાંથી હજુય ગાંધીનગર તાલુકો બહાર આવ્યો નથી તેમ નોંધાઇ રહેલા કેસ પરથી લાગી રહ્યું છે. નવા 15 કેસમાં ચિલોડાના બે કેસમાં 28 વર્ષીય ગૃહિણી અને 27 વર્ષીય યુવાન તેમજ પેથાપુરના બે કેસમાં 26 વર્ષીય યુવાન અને 37 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે કુડાસણના ચાર કેસમાં 71 વર્ષીય વૃદ્ધ અને 33 વર્ષીય ગૃહિણી તથા 58 વર્ષીય આધેડ તેમજ 51 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. વધુમાં રાંધેજાની 60 વર્ષીય ગૃહિણી અને ભાઇજીપુરાના 83 વર્ષીય વૃદ્ધ તથા વાસણા હડમતીયાના 54 વર્ષીય આધેડ અને વાવોલના બે કેસમાં 7 વર્ષીય બાળક અને 21 વર્ષીય યુવાન કોરોગ્રસ્ત થયો છે. ઉપરાંત ઉનાવાની 60 વર્ષીય ગૃહિણી અને સરગાસણનો 29 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...