તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાંધેજાના ભૂતપૂર્વ સરપંચના પુત્રની હોટેલમાં જુગાર રમતા 26 પકડાયાl; માણસાની સ્વાગત હોટેલમાં દરોડો, 1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ આરોપીઓની તસવીર - Divya Bhaskar
તમામ આરોપીઓની તસવીર

રાંધેજા ગામનાં ભૂતપર્વ સરપંચના પુત્રની માણસા હાઈવે પરની હોટેલ સ્વાગતમાં મંગળવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 26 જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા 2.18 લાખ, ફોન, વાહનો સાથે રૂ.1,27,41,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જુગાર પૂર્વ સરપંચનો પુત્ર હિરેન પટેલ ચલાવતો હતો. હિરેનનાં માતા શોભનાબહેન રાંધેજાના પૂર્વ સરપંચ, પિતા અનંતભાઈ પૂર્વ ડેપ્યુટી સરપંચ છે. અહીં મિલન લખેલા પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમાડાતો હતો. આ સાથે ફરજ બેદરકારી બદલ પેથાપુર પોલીસના સબ ઇન્સ્પેક્ટર આર. બી. પરમાર, બીટ જમાદાર સફીકભાઈ, ભાવિનભાઈને સસ્પેન્ડ કરાયા છે.

PSI સસ્પેન્ડ, પકડાયેલા લોકોમાં 7 અમદાવાદના
રહીમ ગફાર નાગાણી (જુહાપુરા, અમદાવાદ), ધર્મેશ પટેલ (ઊંઝા), હિરેન પટેલ (રાંધેજા, ગાંધીનગર), દિનેશ ઠક્કર (રાપર), અશ્વિન શાહ (સુરત), અલ્પેશ ઠાકોર, કિરણ ઠાકોર (મહેસાણા), જગુભા ઠાકોર (રાધનપુર), સુનીલ મિસ્ત્રી (વડોદરા), ગોપાલ માવાણી (હાલોલ), પ્રદીપ દવે (વડોદરા), મહેશ દેસાઈ (થલતેજ, અમદાવાદ), જગદીશસિંહ ગોહિલ (ભાવનગર), બળવંત ચૌહાણ (મકરબા ગામ, અમદાવાદ), મહંમદ ઇસ્માઇલ શેખ (જુહાપુરા, અમદાવાદ), વિમલ પટેલ (ઊંઝા), જયદીપસિંહ ચાવડા (ઓઢવ, અમદાવાદ), ધવલ પટેલ, અંકિત ગજ્જર (નરોડા અમદાવાદ), ગિરીશ જાદવ (મહીસાગર), દિનેશ પટેલ (વિસનગર), દેવાંગ ત્રિવેદી, (જીવરાજ પાર્ક), જયેશ શાહ (હાલોલ), કમલેશ પટેલ (વિસનગર)

અન્ય સમાચારો પણ છે...