રાજ્ય સરકાર દ્વારા નિયમોનો ભંગ:મેડિકલ કોલેજોમાં 258 ડોક્ટરોની બદલી કરાઈ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા પોરબંદર,ગોધરા, નવસારી, રાજપીપળા અને મોરબીમાં છેલ્લા 4 દિવસમાં 258 ડોકટરો(તબિબિ અધ્યાપકો)ની બદલી કરીને મુકવામાં આવ્યા છે. આ ડોકટરોને નિયમોનો ભંગ કરીને એક જ ડોકટરને બે બે કોલેજમાં નોકરી કરે છે તેવું દર્શાવીને નેશનલ મેડિકલ કમિશન(જુનું એમસીઆઇ)ના નિયમોનો ભંગ કર્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

રાજયની ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) હેઠળની સોલા, ગાંધીનગર, જૂનાગઢ, હિંમતનગર સહિતના વિવિધ સ્થળની કોલેજમાંથી સાગમટે બદલીઓ તા.26 અને તા. 29મી જુલાઇએ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા આગામી વર્ષોમાં પોરબંદર, ગોધરા, નવસારી, રાજપીપળા, મોરબીમાં એમ નવી 5 કોલેજ શરૂ કરવામાં આવનાર છે.

આ 5 કોલેજનું ઇન્સ્પેશન નેશનલ મેડિકલ કમિશન(એનએમસી) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં છેલ્લા 4 દિવસમાં પોરબંદરમાં 55,ગોધરામાં 57, નવસારીમાં 53, રાજપીપળામાં 53, મોરબીમાં 40 એમ 258 ડોકટરોની બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...