તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણના વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે પોલીસે ફરી વખત દંડો પછાડ્યો છે. ટ્રાફિક રહેતો હોય તેવા સમયે મુખ્ય માર્ગો અને સર્કલ પર પોલીસે ચુસ્ત ચેકિંગ હાથ ધરતાં એક જ દિવસમાં 253 માસ્ક પાવતી દ્વારા 2.53 લાખનો દંડ વસૂલ કર્યો છે.તો કલોલમાં પણ પોલીસ દ્વારા કુલ 44 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
બિનજરૂરી બહાર ફરવાની આદતના કારણે કોરોના સંક્રમણ ઝડપથી લાગી શકે છે. આમ છતં ઘણાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે, આવા નાગરિકોને સુધારવા માટે પોલીસ બે દિવસથી મુખ્ય માર્ગો પર કડક ચેકિંગ કરી રહી છે. જેમાં એક દિવસમાં 253 માસ્ક પાવતી આપવામાં આવી છે, જ્યારે એપીડેમિક એક્ટ તથા 188 હેઠળ 8 સ્થળે માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો સામે ગુના દાખલ કરાયા છે.
તપોવન સર્કલ નજીક વાહનચેકિંદ દરમિયાન પોલીસે આઈવાના ચાલકને માસ્ક વગર વાહન ચલાવતા પકડ્યો હતો. અડાલજ પોલીસે અંબાપુર ગામમાં માસ્ક કે રૂમાલ વગર ફરી રહેલા 46 વર્ષીય ગણપતજી રતીજી ઠાકોરને દંડ ભરવા કહ્યું હતું, પરંતુ તેણે ઈનકાર કરતાં ગુનો દાખલ કરાયો હતો. બાયડના 29 વર્ષીય જસવંતસિંહ અરજણસિંહ પરમાર સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. સે-30 સરક્લ નજીક વાહન ચેકિંગ દરમિયાન સે-21 પોલીસના સ્ટાફે રિક્ષા ડ્રાઈવર મોશીન મહંમદભાઈ સીપાઈ (રહે. સે-25)ને માસ્ક વગર અટકાવ્યો હતો.
કલોલ તાલુકા પોલીસે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન માસ્ક ન પહેરનારા 22 વ્યક્તિ પાસેથી રૂ. 22 હજારનો દંડ વસુલયો હતો. જ્યારે શહેર પોલીસે 20 વ્યક્તિ પાસેથી રૂ. 20 હજારનો દંડ વસૂલ્યો હતો. તેમજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એમ.વી એક્ટ હેઠળ 4 લોકો પાસેથી રૂ. 5200નો દંડ વસુલયો હતો.કલોલ શહેરમાં કોરોના ના વધી રહેલા કેસોમાં કલોલના સબ રજીસ્ટાર તેમજ ઓપરેટર કોરોનામાં સપડાયા હતા. તેમજ ઓફિસના અન્ય 4-5 કર્મીઓની તબિયત લથડતાં રજા પર ઉતરી ગયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.