ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર-નાયબ મામલતદાર સાથે કરેલા અશોભનીય વર્તનના વિરોધમાં જિલ્લાના મહેસૂલ કર્મચારી તથા મામલતદારો શુક્રવારે માસ સીએલ પર ઉતર્યા હતા. અને આ મામલે ઉગ્ર વિરોધ દાખવી સાંસદ વસાવા દ્વારા કરવામાં આવેલા વર્તન મામલે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
ગાંધીનગર જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ-3 દ્વારા કલેક્ટર કચેરી ખાતે અગાઉ આવેદનપત્ર અપાયું હતું. જેમાં તેઓએ રજૂઆત કરી છે કે આવી ઘટનાથી કર્મચારી-અધિકારીઓના મનોબળ પર વિપરીત અસર પડે છે. જેથી સાંસદ મનસુખ વસાવા સામે કાનુની પગલાં લેવા જરૂરી છે. પગલાં નહીં લેવાય તો ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ અનુસારના આંદોલનાત્મક પગલાં લેવાની ચીમકી મંડળ દ્વારા ઉચ્ચારી હતી. જેને લઈને શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને કલેક્ટર સિવાયનો તમામ સ્ટાફ રજા પર ઉતર્યો હતો.
આ મામલે કારકુન, તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર મળી 250 કર્મચારી-અધિકારી માસ સીએલ પર ઉતરતા આવકના દાખલા, જાતીના દાખલા, વારસાઈ, જમીનની નોંધ, વિધવા સહાયની કામગીરી, રેશનકાર્ડની કામગીરી, ઈ ધારાને લગતા તમામ કામ, જમીન સુધારા વિભાગમાં કર્મચારીઓ રજા પર ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.