કાર્યવાહી:2.50 કરોડનું ફૂલેકું ફેરવનારી ગેંગે શહેરની 4 હોટલનું 70 લાખનું બિલ ચુકવ્યું હતું

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગારોને નોકરી આપવાના બહાને રૂપિયા પડાવનારી ટોળકીની તપાસમાં ખૂલ્યું
  • બેરોજગારોના રૂપિયે 3 લાખના કપડાં ખરીદી વૈભવી શોખ પૂરા કર્યા
  • મુખ્ય આરોપી હેત્વી પટેલે બેકારોને ગાંધીનગરની હોટલોમાં બોલાવી તાલીમ આપ્યાનું બહાર આવ્યું

બેરોજગારોને નોકરી આપવાના બહાને રૂપિયા ખંખેરનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. ટોળકીએ 2.50 કરોડનુ ફૂલેકુ ફેરવ્યુ છે. ત્યારે આ ટોળકીની મુખ્ય સુત્રધાર હેત્વી દ્વારા 3 લાખ રૂપિયાના કપડા ખરીદી કરી વૈભવી શોખ પુરા કર્યા હતા. જ્યારે ગાંધીનગર શહેરની 4 હોટલમાં જલસા કરી અને કરાવતા ભાડા પેટે 70 લાખનુ બીલ ચૂકવ્યુ હતુ. આરોપીઓ બેરોજગારોને વૈભવી હોટલમાં બોલાવીને તેમની ઉપર શંકા ના જાય માટે પાણીની જેમ રૂપિયા વાપરતા હતા.

કુડાસણમાથી ઇન્ફોસિટી પોલીસે સરકારી નોકરી આપવાની લાલચ આપી બેરોજગારોને છેતરપિંડી કરતી ગેંગને ઝડપી લીધી હતી. આરોપીઓને પાંચ દિવસના રીમાંડ પર છે. ત્યારે ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. મુખ્ય આરોપી હેત્વી સંજય પટેલ (રહે, વાસીયા તળાવ ગામ, તા.વાસદા, જિ. નવસારી) દ્વારા બરોજગારોને ગાંધીનગરની હોટલોમાં બોલાવીને તાલીમ અપાઈ હતી. ત્યારે આરોપીઓ દ્વારા હોટલના ભાડા પેટે 70 લાખનુ બીલ ચૂકવાયુુ છે.

જેમા ન્યુ ગાંધીનગર વિસ્તારની મેરીલાઇન 20 લાખ, હિલ્ટોન 7 લાખ, મિડલ ટાઉન 2 લાખ અને સૌથી વધારે શહેરની ફોર્ચ્યુન ઇન હવેલીનુ 41 લાખ રૂપિયા બીલ અપાયુ હતુ. જ્યારે હેત્વીએ પોતાના મોજ શોખ માટે 3 લાખ ઉડાવ્યા હતા. હેત્વીએ વૈભવી જીવન જીવવા બ્રાન્ડેડ કપડા, લેપટોપ અને મોબાઇલ ખરીદ્યા હતા.

તે ઉપરાંત તેને બસ ભાડાના 1 લાખ ચૂકવ્યા હતા.જ્યારે અન્ય આરોપીમા નિરજ રમેશભાઇ. ગરાસિયા (રહે, ફૂલવાડી ગામ, જિ. સુરત, કૃણાલ શૈલેન્દ્ર મહેતા (જમનાબાગ, અબરામા હોલ તા.જિ. વલસાડ), બંસી ચિમન પટેલ (રહે, ફલુદ્રા ગામ, તા.જિ. વલસાડ) અને પ્રણવ નટવર પટેલ (રહે, સેક્ટર 3ડી, પ્લોટ નંબર 1029/2)એ માત્ર મોજશોખ જ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...