તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ધોળાકુવા પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટની વસાહતમાં 25 વર્ષીય યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની બીમારીના કારણે ગામડે જતાં યુવક ઓરડીમાં એકલો રહેતો હતો

ગાંધીનગરના ધોળાકુવા મેટ્રો રેલ પ્રોજેક્ટની વસાહતમાં રહી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઓરડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ઈન્ફોસિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ધોળાકૂવા ગામે મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત મજૂરો તેમજ સિક્યુરિટી જવાનો માટે વસાહત ઉભી કરવામાં આવી છે. અત્રેની વસાહતમાં મૂળ કલોલ સઈજ નાં વતની કાનજીભાઈ રાવળ પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે.

જ્યારે કાનજી ભાઈ તેમજ તેમનો પુત્ર ધર્મેશ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત માર્શલ સિક્યુરીટીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. 25 વર્ષીય ધર્મેશ પણ તેની પત્ની સાથે અહીંની ઓરડીમાં રહેતો હતો.

થોડા દિવસો અગાઉ ધર્મેશની પત્ની બીમાર પડતાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને ડેન્ગ્યુ હોવાનું નિદાન થતાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેની પત્ની ઠીક થઈ જતાં ચારેક દિવસથી તે ગામડે રહેવા જતી રહી હતી.

ગઈકાલે ધર્મેશ તેની ઓરડીમાં સૂઈ ગયો હતો અને તેના પિતા માતા બાજુની ઓરડીમાં સૂઈ ગયા હતા. નિત્યક્રમ મુજબ વહેલો ઊઠી જતો ધર્મેશ આજે ઓરડી માંથી બહાર ન આવતાં તેના પિતાએ ઓરડીમાં તપાસ કરી હતી. જ્યાં ધર્મેશને દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતો જોઈ કાનજીભાઈ રાવળ ફસાડાઈ પડ્યા હતા.

જેમણે બૂમાબૂમ કરી મુકતા આસપાસનાં અન્ય વસાહતીઓ પણ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાશનું પોસ્ટમોર્ટમ તેમજ પંચનામાની કામગીરી આરંભી હતી. હાલમાં ધર્મેશ રાવળે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્ક્સ કારણ જાણવા પોલીસે પરિવારજનો ની પૂછતાંછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...