તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IOCL રાજ્યમાં 6 પ્રોજેક્ટ સ્થાપશે:25 હજારને નોકરી; વડોદરામાં 24 હજાર કરોડના મૂડી રોકાણથી હાઈડ્રોજન પ્લાન્ટ સહિત રાજ્યમાં 6 પ્રોજેક્ટ

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વડોદરામાં 24 હજાર કરોડના મૂડી રોકાણથી હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપવાની સાથે રાજ્યમાં 6 નવા પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે. આ પ્રોજેક્ટના પગલે 25 હજારથી વધુ લોકોને રોજગારી મળશે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ થયા હતા. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે વડોદરા રીફાઇનરીમાં હાઇડ્રોજનનું ઉત્પાદન થશે અને પ્રવાસન સ્થળ કેવડીયા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગરમાં આઇઓસીએલ અને ગુજરાત એસટી દ્વારા સંયુક્તરીતે હાઇડ્રોજનથી સંચાલિત બસો ગુજરાતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...