તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:25 લાખ આપ નહીં તો તારો ખાટલો કરી નાખીશ કહી જમીન માલિકને ધમકી

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાલો રબારી છું…મર્ડર કેસમાં જેલમાં છું પણ પેરોલ ઉપર બહાર છું
  • વલાદની જમીન બાબતે માલિક પાસેથી ખંડણી માગતાં ડભોડા પોલીસમાં ફરિયાદ

વલાદમા આવેલી માલિકીની જમીન પડાવવા ભૂમાફિયાઓ દ્વારા જમીન માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી હતી. ધમકી આપતા કહ્યુ હતુ કે, લાલો રબારી છુ, મર્ડર કેસમાં જેલમાં છુ, પરંતુ હાલ પેરોલ ઉપર બહાર છુ. જમીન ખાલી કરી નાખજે નહિ તો રૂપિયા 25 લાખ આપી દેજે, નહિ તો તારો ખાટલો કરી નાખીશ. આ બાબતે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર આસપાસના ગામડામાં જમીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

જેને લઇને ભૂમાફિયાઓનો ડોળો સતત તેની ઉપર ફરતો હોય છે. ડભોડા પોલીસ મથકમા 56 વર્ષિય મનસુખભાઇ ભીખાભાઇ ધામી કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. (રહે, હરીઓમ સોસાયટી, બાપુનગર)એ આપેલી ફરિયાદમા જણાવ્યુ છેકે, વલાદમા મે અને મારા ભત્રીજાએ 975 ચોરસમીટર જગ્યા ખરીદી છે અને તે જગ્યા સ્કાય એરકુલર નામની કંપનીને આશરે ત્રણ વર્ષથી ભાડે આપેલી છે. ગત 25 મેના રોજ બપોરના સમયે મનસુખભાઇના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો કે, લાલો રબારી છુ, આ પ્લોટ ખાલી કરી નાખજે મારો છે, કહી ધમકી આપી હતી.

પરંતુ તે સમયે મનસુખભાઇએ પ્લોટ તમારો હોય તો તેના કાગળ બતાવવા કહ્યુ હતુ. ત્યારબાદ ગત 21 મે બીજા દિવસે ફોન ઉપર ધમકી આપનાર વ્યક્તિને બોલાવતા 8 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા. જેમાંથી 5 વ્યક્તિઓ વલાદમાં બનાવેલી ઓફિસમાં આવ્યા હતા. તે સમયે મનસુખભાઇ અને તેમના સબંધીઓ હાજર હતા. તે સમયે કોઇ પુરાવા બતાવવામા આવ્યા ન હતા. પરંતુ તેમાં એક વ્યક્તિએ કહયુ કે, હુ લાલો રબારી છુ, મર્ડર કેસમ જેલમાં છુ, પરંતુ હાલમા પેરોલ ઉપર છુ.જો તમે પ્લોટ ખાલી કરો, નહિ તો તેના રૂપિયા 25 લાખ આપો. જો રૂપિયા નહિ આપો તો ખૂન કરતા પણ આવડે છે તેમ ધમકી આપી હતી.

તે સમયે ધમકી આપ્યા બાદ કહ્યુ હતુ કે, 10 દિવસમાં જગ્યા ખાલી કરી નાખજો. તે પછી અનેક વાર મીટીંગ કરવા માટે દબાણ કર્યુ હતુ. જ્યારે કંપની ઉપર માણસો લઇને પણ આવ્યો હતો. તેમ છતા મનસુખભાઇએ દાદ નહિ આપતા ગત 3 જૂલાઇના રોજ ફોન ઉપર લાલ રબારીએ ધમકી આપી હતી કે, જગ્યાના કાગળિયાની વાત નહિ કર, આજે તો તારો ખાટલો ના કરૂ તો કહેજે. તુ ક્યા રહે છે હુ ત્યાં જ આવુ છુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફોન કટ કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...