તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 237 બોટલ રક્ત એકત્ર થયુ

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર શહેર ભાજપ દ્વારા યોજવામાં આવેલા
  • થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઈલાજમાં મદદરૂપ થવાના આશયથી આયોજન

કોરોના વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવારમાં સહાયરૂપ થવાના આશય સાથે ‘સેવા હી સંગઠન’ના ભાવથી શહેર ભાજપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મનપાના તમામ 11 વોર્ડમાં ત્રિદિવસીય ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની શરૂઆત રવિવારે થઈ હતી. જેમાં પ્રથમ દિવસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 237 બોટલ બ્લડ એકત્ર થયું હતું. જેમાં શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ સહિતના નેતાઓ-કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. જેમાં ઋષિવંશી સમાજ સેવાસંઘના કાર્યકરો દ્વારા રક્તદાન કરાયું હતું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને ધારાસભ્ય શંભુજી ઠાકોર હાજર રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ તેમજ GMERS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...