તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર મહાનગપાલિકાની ચૂંટણી:233 ફોર્મ ભરાયાં, 2 સમર્થકને જ પ્રવેશ છતાં 100થી વધુ ઉમેદવાર થતાં ભીડ થઈ

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ-1, 6માંથી સૌથી વધુ, વોર્ડ-7માંથી સૌથી ઓછા ફોર્મ ભરાયાં

ગાંધીનગર મહાનગપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના રાફડો ફાટ્યો હોય તેમ 44 બેઠક માટે 233 ફોર્મ ભરાયા છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર 18 એપ્રિલે મતદાન થશે. ત્યારે કોર્પોરેટર બનવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યાં હતા. કોરોના સંક્રમણ વચ્ચે પણ ગુરુવારે છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્કના નિયમના શરેઆમ ધજાગરા ઉડ્યા હતાં.

ચૂંટણી માટે બુધવાર સુધીમાં 17 જેટલા જ ફોર્મ ભરાયા હતા. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 200થી વધુ ફોર્મ ભરાતા કુલ આંકડો 233 પહોંચ્યો હતો. જેમાં સૌથી વધુ ફોર્મ વોર્ડ નં-1 અને 6 તથા સૌથી ઓછા ફોર્મ વોર્ડ નં-7માં ભરાયા છે. ઉલ્લેખનિય છે કે, 2016ની ચૂંટણીમાં 32 બેઠકો માટે કુલ 167 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 12 પરત ખેંચાતા અને 47 રદ થતા કુલ 108 ઉમેદવારો મેદાન રહ્યાં હતા.

80 જેટલાં ફોર્મ તો માત્ર ભાજપનાં!
કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપે ગુરુવારે દરેક વોર્ડમાં ડમી ફોર્મ ભરાવ્યા હતા. જેને પગલે કુલ 233 ફોર્મમાંથી 80 જેટલા ફોર્મ તો ભાજપના ભરાયા હતા. જેને પગલે ચૂંટણીમાં રોકાયેલા અધિકારીનો સમય પણ બગડ્યો હતો અને ખોટી ભીડ પણ થઈ હતી. બીજી તરફ કોંગ્રેસ મોટાભાગ વોર્ડમાં ઉમેદવારોને જ ફોર્મ ભરાવ્યા હતા. પરંતુ વોર્ડ નંબર-1, 4, 5,11માં એક-બે ડમી ઉમેદવારોને પણ ફોર્મ ભરાવ્યા હતા.

કયા વોર્ડમાં કેટલા ફોર્મ ભરાયાં

વોર્ડભરાયેલા ફોર્મ
126
220
320
423
519
626
714
822
921
1020
1122
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો