કોરોના કહેર:વાઇબ્રન્ટની તડામાર તૈયારી વચ્ચે પાટનગરમાં કોરોનાના 23 કેસ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રવેશ ન મળતાં લોકોએ કચેરી પાસે જ મોબાઇલમાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા પડ્યાં. - Divya Bhaskar
પ્રવેશ ન મળતાં લોકોએ કચેરી પાસે જ મોબાઇલમાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા પડ્યાં.
  • જાન્યુઆરીના 4 દિવસમાં જ આંકડો 105 થયો : 9 વિદ્યાર્થી, આર્મી જવાનનો પરિવાર કોરોનામાં સપડાયો
  • જિલ્લામાં 35 કેસ

ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે પાટનગરમાં મંગળવારે કોરોનાના 23 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં કુલ 35 કેસ થયા છે. જાન્યુઆરીના માત્ર 4 દિવસમાં જ જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 105એ પહોંચ્યો છે. માત્ર 7 જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક 5 ગણો વધારો નોંધાયો છે. મંગળવારે નોંધાયેલા કેસમાં 9 વિદ્યાર્થી, આર્મી જવાનની પત્ની, પુત્ર અને પુત્રી સંક્રમિત થયાં છે જ્યારે ગૃહિણી સહિત સંક્રમિત થયા છે.

કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 130 જણાને ક્વૉરન્ટાઇન કરાયા
માત્ર એક જ સપ્તાહમાં કોરોના કેસમાં 5 ગણો વધારો થયો છે. આથી વર્ષ 2022ના પ્રથમ મહિનાના માત્ર 4 જ દિવસમાં કોરોનાના કેસનો આંકડો 105એ પહોંચ્યો છે. કોરોનાનું સંક્રમણ પાટનગર બાદ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકા સુધી પહોંચી ગયું છે.

આગામી સમય વધારે સાવચેતીવાળો બની રહેશે. પાટનગરમાં નોંધાયેલા 23 કેસમાં રાંદેસણની 15 વર્ષીય વિદ્યાર્થી, વાવોલના 51 વર્ષીય આધેડ, 18 વર્ષીય અને 7 વર્ષીય વિદ્યાર્થિની, 64 વર્ષીય વૃદ્ધા, 42 વર્ષીય યુવાન, સેક્ટર-19માંથી 72 વર્ષીય વૃદ્ધા અને 51 વર્ષીય મહિલા, કુડાસણમાંથી 49 વર્ષીય અને 51 વર્ષીય મહિલાઓ, 35 વર્ષીય યુવાન, રાયસણની 30 વર્ષીય મહિલા, 25 વર્ષીય યુવતી, સરગાસણના 50 વર્ષીય આધેડ, ખોરજના 75 વર્ષીય વૃદ્ધા, 38 વર્ષીય યુવાન, પેથાપુરનો 17 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-17નો 24 વર્ષીય યુવાન, સેક્ટર-24ની 30 વર્ષીય મહિલા, ભાટનો 33 વર્ષીય યુવાન, સેક્ટર-21ની 17 વર્ષીય વિદ્યાર્થિની, સેક્ટર-29નો 24 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 130 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 12 કેસ નોંધાયા છે. તેમાં દહેગામની 44 વર્ષીય મહિલા, ગાંધીનગરમાંથી મીલીટ્રી કેમ્પના સંક્રમિત જવાનની 33 વર્ષીય પત્ની, 12 વર્ષીય પૂત્રી અને 9 વર્ષીય પૂત્ર, મીલીટ્રી કેમ્પનો 38 વર્ષીય જવાન કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે કલોલ તાલુકામાંથી 17 વર્ષીય વિદ્યાર્થી રાંચરડાનો 20 વર્ષીય વિદ્યાર્થી, 22 વર્ષીય વિદ્યાર્થીની, 48 વર્ષીય મહિલા, સઇજનો 23 વર્ષીય અને 26 વર્ષીય યુવાનો જ્યારે માણસા તાલુકાના બાપુપુરાનો 27 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાયો છે.

ડીડીઓનાં માતા સંક્રમિત
જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમના માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી માતાના સંપર્કમાં રહેલા ડીડીઓ, તેમના પતિ સહિત પરિવારના પાંચ વ્યક્તિઓએ કોરોનાનો ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

મનપામાં મેઇન ગેટ પર ચેકિંગ, બાકીના દરવાજે કોઇ ચેકિંગ નહીં.
મનપામાં મેઇન ગેટ પર ચેકિંગ, બાકીના દરવાજે કોઇ ચેકિંગ નહીં.

24411 લોકોએ રસી લીધી
પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં રસીકરણની કામગીરી હવે 15 વર્ષથી શરૂ કરવામાં આવી છે ત્યારે મંગળવારે જિલ્લાના 24411 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 6876 લોકોએ રસી લીધી છે, જેમાં 15થી 18 વર્ષનાં 4956 બાળકોને રસી અપાઈ હતી. બીજી તરફ જિલ્લાનાં 286 ગામોમાંથી કુલ-17535 લોકોએ રસી લીધી છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 15થી 18 વર્ષનાં 16363 બાળકોને રસી આપી છે. જ્યારે બાકીના અન્ય વયજૂથની વ્યક્તિઓને રસી આપી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

શાળા-કૉલેજ બંધ રાખવા રજૂઆત કરાઈ
શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ‘ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં દેશવિદેશથી આમંત્રિત મહેમાનો આવશે, માનવ મહેરામણ ઉભરાશે. જેને પગલે પણ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. આથી સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણમંત્રી જીદ છોડી બાળકોના આરોગ્યનો ખ્યાલ રાખી તાકીદે શાળા-કૉલેજો બંધ કરવા જનહિતનો નિર્ણય લે તેવી વિનંતી છે.’

અન્ય સમાચારો પણ છે...