તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલોમાં સ્ટાફની અછતને પગલે નિર્ણય:2.26 લાખ NSS કેડેટને કોરોનાના દર્દીના સહાયક તરીકે ડ્યૂટી સોંપાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાને પગલે સ્ટાફની અછતની સમસ્યા ઊભી થઈ છે, જેથી એનએસએસ વોલન્ટિયર્સને કોવિડ હોસ્પિટલોમાં વિવિધ કામગીરી માટે નિમણૂક આપવાની મંજૂરી આરોગ્ય વિભાગે આપી છે. આ સ્વયંસેવકોને કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીના સહાયક તરીકેની કામગીરી સોંપાશે.

એનએસએસ વોલન્ટિયર્સ પાસે હેલ્પ ડેસ્ક મેનેજમેન્ટ, લાઇન અને એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ, ડેટા એન્ટ્રી, રજિસ્ટ્રેશન, મેનેજમેન્ટની કામગીરી, કોવિડ દર્દીઓનાં સગાં સંબંધીઓ સાથે કાઉન્સેલિંગ અને મદદની કામગીરી ઉપરાંત કલેક્ટરને યોગ્ય જણાય તે કામગીરી સોંપી શકાશે. NSS કેડેટ્સને કામગીરી સોંપતા પહેલા જિલ્લાની મેડિકલ કોલેજો અને આરોગ્ય કચેરી દ્વારા ઓનલાઇન ટ્રેનિંગ આપવાની રહેશે અને ત્યારબાદ તેમને કોવિડ હોસ્પિટલમાં કામગીરી માટે મૂકી શકાશે. જોકે કેડેટ્સનું પ્રાયોરિટીમાં વેક્સિનેશન કરાશે. આરોગ્ય વિભાગે તૈયાર કરેલી યાદી મુજબ કુલ 2.26 લાખ સ્વયંસેવકોની સેવા મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...