તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના 223 નવા કેસ આવ્યા, 366 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસમાં એક હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ગાંધીનગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના 223 કેસો આવ્યા છે. જેની સામે 366 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે છેલ્લા બે દિવસમાં મૃત્યુ આંક 28 નોંધાયો હતો. ત્યારે આજે પણ 12 લોકોના મોત થતાં છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુ આંક પણ ઘટતા આજે પણ ગાંધીનગર માટે સારા સમાચાર રહ્યાં છે.

કોરોના સંક્રમણના કેસો નોંધપાત્ર રીતે ઘટ્યાં

ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણના કેસો નોંધપાત્ર રીતે ઘટી રહ્યાં છે. ત્યારે તેની સામે કોરોના દર્દીઓનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 485 કોરોના કેસો સામે આવ્યા હતા. ત્યારે આજે કુલ 223 કેસોની સામે કુલ 366 લોકોએ કોરોના સામેની જંગમાં જીત હાંસલ કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં 125 કોરોનાં કેસો નોંધાયા

ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 125 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 200 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં પણ 98 કોરોના કેસો મળી આવ્યા છે. જેની સામે 166 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે 366 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે છે. બે દિવસમાં 685 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અને આજે વધુ 366 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 1 હજાર 51લોકો કોરોનાથી મુક્તિ મેળવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના રસીનો કુલ 1 લાખ 93 હજાર 125 લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમજ 79 હજાર 436 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...