પ્રોપર્ટી ટેક્સ:ગાંધીનગર મનપાને પ્રોપર્ટી ટેક્સની 21.38 કરોડ આવક

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 હજાર પ્રોપર્ટી ધારકોએ ટેક્સ ભર્યો

ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્ષની 21.38 કરોડની આવક થઈ છે. ગત 27 જુલાઈ સુધીમાં મનપામાં 17 હજાર મિલકત ધારકોએ 16,28 કરોડનો રૂપિયાનો વેરો ભર્યો હતો. રહેણાંકમાં 10 ટકા અને કોમર્શિયલ એકમ માટે એડવાન્સ ટેક્સમાં 20 ટકાની રાહત યોજના જાહેર કરાઈ હતી.

જેને પગલે કોરોના સંક્રમણ વચ્ચે પણ તેનો લાભ લેવા માટે કોર્પોરેશનની મુખ્ય કચેરી અને વોર્ડ ઓફિસોમાં વેરો ભરવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. જેને પગલે 26 ઓગસ્ટની સ્થિતિએ 24 હજાર પ્રોપર્ટી ધારકોએ વેરો ભરતાં કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ પેટે 21.38 કરોડ જેટલી આવક થઈ છે. આ આવક ગયા વર્ષ કરતાં એકાદ કરોડ જેટલી ઓછી છે. કોર્પોરેશન દ્વારા વેરા પેટે લાગુ કરવામાં આવેલી રિબેટ યોજના 31 ઓગસ્ટ સુધી જ અમલી રહેશે.

બીજી તરફ મનપા દ્વારા ઘરે-ઘરે મિલકતવેરાના બિલોનું વિતરણ પણ શરૂ કર્યું છે. જેના પગલે આ મહિનાના અંત સુધીમાં આવકમાં વધારો થાય તેવી શક્યતા છે.આ આવક ગયા વર્ષ કરતાં એકાદ કરોડ જેટલી ઓછી છે. ગત 27 જુલાઈ સુધીમાં મનપામાં 17 હજાર મિલકત ધારકોએ 16,28 કરોડનો વેરો ભર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...