તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:મનપાના 15 વિસ્તારના 21 , 10 ગામની 18 વ્યક્તિ સંક્રમિત

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર |જિલ્લામાં કોરોનાથી સંક્રમિત 39 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ આંકડો 5245એ પહોંચ્યો છે. જેમાં મનપાના 15 સેક્ટરોની 21 વ્યક્તિઓ જ્યારે જિલ્લાના ચારેય તાલુકાના 10 ગામને 3 નગરપાલિકા વિસ્તારની કુલ 18 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. જેમાં સેક્ટર-4ના 52 વર્ષીય અને રંગપુરના 50 વર્ષીય આધેડ જ્યારે નાંદોલ અને સેક્ટર-3ના 70 વર્ષીય વૃદ્ધોના મોતથી કુલ આંકડો 344એ પહોંચ્યો છે. ગાંધીનગર |જિલ્લામાં કોરોનાથી સંક્રમિત 39 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ આંકડો 5245એ પહોંચ્યો છે. જેમાં મનપાના 15 સેક્ટરોની 21 વ્યક્તિઓ જ્યારે જિલ્લાના ચારેય તાલુકાના 10 ગામને 3 નગરપાલિકા વિસ્તારની કુલ 18 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. જેમાં સેક્ટર-4ના 52 વર્ષીય અને રંગપુરના 50 વર્ષીય આધેડ જ્યારે નાંદોલ અને સેક્ટર-3ના 70 વર્ષીય વૃદ્ધોના મોતથી કુલ આંકડો 344એ પહોંચ્યો છે. જિલ્લામાં કોરોનાથી વધુ 4 દર્દીઓનાં મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 344 પર પહોંચ્યો
 • વિદ્યાર્થીઓ, આર્મીમેન, બેન્કના કેશિયર, સેવક, વેપારી સહિત સંક્રમિત બનતા લોકો ચિંતીત

જિલ્લામાં કોરોનાથી સંક્રમિત 39 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ આંકડો 5245એ પહોંચ્યો છે. જેમાં મનપાના 15 સેક્ટરોની 21 વ્યક્તિઓ જ્યારે જિલ્લાના ચારેય તાલુકાના 10 ગામને 3 નગરપાલિકા વિસ્તારની કુલ 18 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. જેમાં સેક્ટર-4ના 52 વર્ષીય અને રંગપુરના 50 વર્ષીય આધેડ જ્યારે નાંદોલ અને સેક્ટર-3ના 70 વર્ષીય વૃદ્ધોના મોતથી કુલ આંકડો 344એ પહોંચ્યો છે.

કોરોનાની ઝપટમાં આર્મીમેનના જવાનો, એરફોર્સના કર્મચારી, વિદ્યાર્થીઓ, બેન્ક કેશીયર, સેવક, ગૃહિણી, ખેડુત અને વેપારી સહિત સંક્રમિત થયા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 21, ગાંધીનગર તાલુકામાંથી 9, કલોલમાંથી 4, માણસામાંથી 3 અને દહેગામમાંથી 2 નવા કેસ નોંધાયા છે. મનપા વિસ્તારમાંથી વધુ 21 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. જેમાં સેક્ટર-14માંથી 60 વર્ષીય ગૃહિણી અને 35 વર્ષીય કોર્ટના પ્રાઇવેટ સેક્રેટરી, સેક્ટર-3માંથી 26 વર્ષીય વિદ્યાર્થી અને 28 વર્ષીય વિદ્યાર્થીની જ્યારે સેક્ટર-7માંથી 50 વર્ષીય કૃષિ ભવનના આસિસ્ટન્ટટ અને 84 વર્ષીય વૃદ્ધ તથા સેક્ટર-13માંથી 56 વર્ષીય એરફોર્સના સેવક અને 60 વર્ષીય ગૃહિણી તેમજ સેક્ટર-5માંથી 56 વર્ષીય ગૃહિણી અને 35 વર્ષીય યુવાન જ્યારે સેક્ટર-8માંથી 82 વર્ષીય વૃદ્ધ અને 75 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

ઉપરાંત જીઇબીનો 37 વર્ષીય યુવાન, સેક્ટર-2ના 72 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-20ના 33 વર્ષીય યુવાન, સેક્ટર-4ના 19 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-1ની 57 વર્ષીય એડીસી બેન્કના મહિલા કેશીયર, સેક્ટર-23ના 83 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-25ની 72 વર્ષીય ગૃહિણી, સેક્ટર-26નો 42 વર્ષીય યુવાન, સેક્ટર-17ની 40 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિઓના સંપર્કમાં આવેલી 6જેના 5 વ્યક્તિઓને કોરન્ટાઇન કરાઇ છે. જિલ્લામાં કોરોનાથી સંક્રમિત 39 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ આંકડો 5245એ પહોંચ્યો છે. જેમાં મનપાના 15 સેક્ટરોની 21 વ્યક્તિઓ જ્યારે જિલ્લાના ચારેય તાલુકાના 10 ગામને 3 નગરપાલિકા વિસ્તારની કુલ 18 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે.

ગાંધીનગર તાલુકામાંથી નવા 9 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકાના 6 ગામની 9 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઇ છે. જેમાં વાવોલમાંથી 51 વર્ષીય ગૃહિણી, 45 વર્ષીય યુવાન અને 78 વર્ષીય વૃદ્ધ જ્યારે સરગાસણમાંથી 31 વર્ષીય અને 43 વર્ષીય બે ગૃહિણીઓ, આલમપુર મિલેટ્રીસ્ટેશનના 25 વર્ષીય જવાન, સરઢવનો 49 વર્ષીય ખેડુત, ભાટનો 31 વર્ષીય વેપારી, પેથાપુરનો 31 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે.

કલોલના 4, માણસાના 3 એમ કુલ 9 નવા કેસ
કલોલ તાલુકામાંથી નવા 4 કેસમાં પાલિકા વિસ્તારમાંથી 50 વર્ષીય ગૃહિણી અને 36 વર્ષીય યુવાન, પલસાણાની ગૃહિણી અને મોખાસણની 68 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે માણસા તાલુકાના નવા 3 કેસમાં પાલિકા વિસ્તારમાંથી 28 વર્ષીય યુવાન અને ઇન્દ્રપુરામાંથી 61 વર્ષીય અને 68 વર્ષીય બે ગૃહિણીઓ કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત દહેગામ તાલુકામાંથી બે નવા કેસમાં નાંદોલના 82 વર્ષીય વૃદ્ધ અને નગરપાલિકા વિસ્તારમાંથી યુવાન કોરોનામાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો