હાલાકી:મધ્યાહ્ન ભોજન અનાજના 21 લાખ હજુ સુધી ચૂકવાયા નથી, 28 હજાર સંચાલકોને 20 મહિનાથી રકમ ચૂકવાઇ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 51 લાખ બાળકોને અનાજ પૂરું પાડવામાં આવે છે: સંચાલકો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મધ્યાન્હ ભોજન યોજના હેઠળ કોરોનાકાળને કારણે વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા 20 મહિનાથી 28 હજાર સંચાલકો વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડી રહ્યા છે, પણ તેમને આ પેટે યુકવવાના 18 કરોડ અને અનાજ વિતરણના અહેવાલો અને પરમીટ લેવાની પરિવહન ખર્ચ રૂ. 3 કરોડ મળીને કુલ 21 કરોડ ન ચુકવાતા કર્મચારીઓની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

મધ્યાન્હ ભોજન યોજના હેઠળ 28 હજાર સંચાલક કર્મચારીઓ 51 લાખ બાળકોને છેલ્લા 20 મહિનાથી અ્નાજ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડે છે. મધ્યાન્હ ભોજન સંચાલકોના એક કવીંટલ દીઠ આશરે રૂ. 40થી50 વાહન ભાડા અને મજૂરી ખર્ચ તેમને મળતા રૂ. 1600ના વેતનમાંથી સરકાર વતી હંગામી ધોરણે ચુકવે છે. આ રકમ તેઓ બિલ રજૂ કરે પછી સરકાર પુરી પાડતી હોય છે. સંચાલકોએ છેલ્લા 20 મહિનામાં 3 લાખ મેટ્રીક ટન અનાજ જે તે વાહનોમાંથી વહન કરી 51 લાખ બાળકોને પહોચાડયુ છે.

આ પેટે અત્યાર સુધીમાં રૂ. 18 કરોડ તેમજ અનાજ વિતરણના અહેવાલ અને પરમીટ લેવા માટે મામલતદાર કચેરીએ જવાના પરિવહન ખર્ચ પેટે રૂ. 3 કરોડ મળીને કુલ રૂ. 21 કરોડ લેવાના થાય છે તેમ મધ્યાન્હ ભોજન કર્મચારી સંઘના પ્રમુુખ રાજેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે ક્હયું હતું કે, આ બાબતે વારંવાર રજૂઆત કર્યા છતા હજુસુધી રૂ. 21 કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં ન આવતા 28 હજાર મધ્યાન્હ ભોજન સંચાલકોની દિવાળી બગડે તેવો પરિસ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...