નાણાકીય જોગવાઇ:કૃષિ, સિંચાઈ સહિતની સેવાઓના બજેટમાં 20,942 કરોડનો વધારો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આર્થિક સેવાઓનાં વિકાસ કાર્યો માટે બજેટમાં 30 ટકા વધુ રકમ ફાળવાઇ
  • ખેડૂતોને લગતી યોજના તેમજ વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે

રાજય સરકાર દ્વારા આર્થિક સેવાઓના ઝડપી વિકાસ માટે નાણાંકીય વર્ષ 2023-24માં 90,351 કરોડની નાણાકીય જોગવાઇ કરી છે. આમ, 2022-23 કરતા ખર્ચમાં રૂ. 20942 કરોડની વધારે જોગવાઇ કરી છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે,રાજ્ય સરકાર આર્થિક સેવાઓના વિકાસ માટે કૃષિ સંલગ્ન પ્રવૃતિઓ, સિંચાઇ અને પૂર નિયંત્રણ સહિતના 7 જેટલા વિભાગમાં 30 ટકા જેટલી વધારે નાણાકીય ફાળવણી કરી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે આર્થિક વિકાસના ક્ષેત્રમાં અમુક નોંધપાત્ર યોજનાઓમાં નાણાંકીય જોગવા કરી છે. કૃષિ વિભાગની વાત કરીએ તો ખેડૂતોના વીજ જોડાણ, રાહતદરે વીજળી આપવા માટે ,ટ્રેકટર અને કૃષિ યાંત્રિકકરણ માટે,ખેડૂતોના ખેતરમાં કાંટાળી વાડ કરવા માટે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે, ખેડૂતોને મિલેટ્સ બિયારણ સહાય માટે સરકારે નાણાંકીય ફાળવણી કરી છે. ઉદ્યોગ અને ખનિજ વિભાગમાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન, સિંચાઇ અને પાણી માટે સરદાર સરોવર યોજના માટે રૂ. 5950 કરોડની જોગવાઇ કરી છે.

સૌથી વધુ સિંચાઈ અને પૂર નિયંત્રણમાં વધારો

આર્થિક વિકાસના2023-24માં ફેરફાર2023-24માં વૃદ્ધિ
ક્ષેત્રો(આંકડા કરોડમાં)(ટકામાં)

કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ

178718

સિંચાઇ અને પૂર નિયંત્રણ

631169
ઊર્જા4,56328
પરિવહન747155.26

સામાન્ય આર્થિક સેવાઓ

146244.75
અન્ય સમાચારો પણ છે...