કાર્યવાહી:11 દિવસમાં માસ્ક વગરના 2091 ઝડપાયા, રૂ. 20.91 લાખનો દંડ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં માસ્ક વગરના 78,060 લોકો ઝડપાયા

કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રના પ્રયત્નો પર માસ્ક વગર ફરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકો પાણી ફેરવતા હોય છે. ત્યારે માસ્ક વગર ફરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચન આપી હતી. જેના અનુસંધાને જિલ્લા પોલીસે કડક ઝુંબેશ હાથ ધરીને ડિસેમ્બરના 11 દિવસમાં 2091 લોકોને ઝડપીને તેમને કુલ 20.91 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. કોરોનાકાળમાં પોલીસે અત્યાર સુધીમાં માસ્ક વગર ફરતાં 78060 લોકોને ઝડપીને કુલ 2,36,01,200 દંડ વસૂલયો છે.

જ્યારે માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા તથા જાહેરનામાના ભંગ બદલ પોલીસ અત્યાર સુધી કુલ 2199 જેટલા ગુના દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર જિલ્લામાં કોરોના કુલ કેસ હવે 7 હજારની નજીક પહોંચી ગયા છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ છતાં આદતથી મજબૂર અનેક લોકો માસ્ક વગર જ અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળે છે. લોકોને માસ્ક પહેરતા કરવા માટે સરકાર દ્વારા પહેલાં 200, પછી 500 અને હાલ 1 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે, છતાં લોકો માસ્ક પહેરવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...