કોરોના અપડેટ:ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 205 લોકો કોરોના સંક્રમિત, જિલ્લામાં 23 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લેતા ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન વિસ્તારમાં આઠ દિવસમાં આજે સૌથી વધુ 153 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા
  • ગ્રામ્ય વિસ્તારમાં આજે રવિવારે 52 લોકો કોરોના સંક્રમિત થયા

ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર થઈ રહી છે. આજે કોર્પોરેશન વિસ્તારમાંથી 24 કલાકમાં 153 કોરોના કેસો મળી આવ્યા છે. જ્યારે ગ્રામ્યમાં 52 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 એમ કુલ 23 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લેતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના 30 કેસ નોંધાતા રાહત હતી. પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં આજે ગ્રામ્ય વિસ્તારમાંથી એક સાથે 52 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં દહેગામમાં 10, દહેગામ બબલપૂરમાં 2, રખીયાલમાં 1, સીઆરપીએફ લેકાવાડામાં 5, સાદરામાં 1,અડાલજમાં 7,બીએસએફ લેકાવાડામાં 2,પીપળજમાં 2,કર્ણાવતી હોસ્ટેલમાં 1,અદાણી શાંતિ ગ્રામમાં 1, ઉવારસદમાં 1, કલોલ અદાણી શાંતિગ્રામમાં 2,કલોલમાં 11,સઈજમાં 2, સાંતેજમાં 1,માણસામાં 3 અને માણસાનાં દેલવાડામાં 1 એમ આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

જ્યારે 3 હજાર 884 લોકોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 203 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તેમજ 9 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લેતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

એજ રીતે ગઈકાલે કોર્પોરેશન વિસ્તારમાં ગઈકાલે શનિવારે 51 કોરોનાના કેસો સામે આવ્યા હતા. જે પૈકી 38 યુવાનો કોરોના સંક્રમિત થયા હતાં. ત્યારે આજે તો કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાએ તરખાટ મચાવીને ચોવીસ કલાકમાં જ 153 લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 14 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 869 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં 52 અને કોર્પોરેશન વિસ્તારમાં 153 મળીને માત્ર ચોવીસ કલાકમાં 205 લોકોને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે. જે છેલ્લા આઠ દિવસમાં હાઈએસ્ટ છે.

ગાંધીનગર જિલ્લાની 1 થી 9 જાન્યુઆરી દરમિયાન કોરોનાની સ્થિતિ જોઈએ તો તા. 1 ના રોજ 20, તા. 2 નાં રોજ 23, તા. 3 ના રોજ 27, તા. 4 નાં રોજ 35, તા. 5 ના રોજ 85,તા. 6 ના રોજ 91, તા. 7 ના રોજ 132, તા. 8 ના રોજ 81 તેમજ આજે એટલે કે તા. 9 મી જાન્યુઆરીએ આંકડો ચરમસીમાએ પહોંચીને 205 સુધી આવી ગયો છે. આમ જાન્યુઆરીના નવ દિવસમાં કોરોનાનો આંકડો 699 પહોંચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...