વિશ્વ શ્રદ્ધાંજલિ દિન:ગાંધીનગર જિલ્લામાં 1 વર્ષમાં અકસ્માતમાં 200નાં મોત

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. - Divya Bhaskar
વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
  • ગાંધીનગર ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા વાહનચાલકોને ફૂલ આપી ઉજવણી કરાઈ

ગાંધીનગર ટ્રાફિક પોલીસ મથક અને આરટીઓ કચેરી દ્વારા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરાઇ હતી. શહેરના ચ 0 સર્કલ ખાતેથી પસાર થતા વાહન ચાલકોને ફૂલ આપી ઉજવણી કરી હતી. તેની સાથે તમામ કર્મચારીઓ દ્વારા રોડ અકસ્માતમા મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગાંધીનગર જિલ્લામા 197 અકસ્માતમા અંદાજિત 200 લોકોએ જીવ ગુમાવ્યા છે.

21 નવેમ્બરે સમગ્ર દુનિયા વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે મનાવે છે. ત્યારે ગાંધીનગર શહેરમા પણ તેની ઉજવણી કરાઇ હતી. ગાંધીનગર ટ્રાફિક પોલીસ મથકના પીઆઇ મનિષા પુવાર, આરટીઓ કચેરીના જે.એસ.ઝાલા, 108 એમ્બ્યુલન્સની ટીમના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ચ 0 સર્કલ પાસે તમામ અધિકારી અને કર્મચારીઓએ અકસ્માતમા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.

ગાંધીનગર જિલ્લા અને શહેરમા છેલ્લા એક વર્ષમાં 197 રોડ અકસ્માત થયા છે, જેમા 200 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. રોડ ઉપરથી પસાર થતા અને ભૂલથી અકસ્માતના બનાવો ઓછા બને છે. પરંતુ રોડ ઉપર બેફાર્મ યમરાજ બની વાહન હંકાર ચાલકોના કારણે અકસ્માતનુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે. શહેરમા નાની ઉંમરના બાઇક ચાલકો દ્વારા પણ અકસ્માત વધાર પ્રમાણમાં કરાયા હોય તેવુ તારણ સામે આવી રહ્યુ છે. ટ્રાફિક અને આરટીઓના અધિકારી, કર્મચારીરીઓ દ્વારા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ફૂલ આપવામા આવતુ હતુ અને રોડ ઉપર ફૂલ સ્પિડમાં જતા વાહન ચાલકોને અકસ્માતની ગંભીરતા સમજાવવામા આવી હતી. તે ઉપરાંત ટ્રાફિકના નિયમો સમજાવવામા આવતા હતા અને પેમ્ફ્લેટ વિતરણ કર્યુ હતુ. આ સમયે અકસ્માતના સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરવા પહોંચી જતા 108ની ટીમને સન્માનિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...