તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેરી દવાની અસર:ગાંધીનગરના ફતેપુરાના ખેતરમાં ઝેરી દવાની અસરથી સિવિલમાં દાખલ 20 વર્ષીય યુવાનનું મોત

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં દવા છાંટતી વખતે યુવાનને ઝેરી દવાની થઈ હતી અસર
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું મોત

ગાંધીનગરના ફતેપુરા ગામમાં પોતાના ખેતરમાં દવા છાંટતી વખતે ઝેરી દવાની અસર થવાથી 20 વર્ષીય યુવાનને થોડા દિવસ અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો. જેનું આજે શુક્રવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજતા પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવાની અસર થતાં ખેતરમાં જ ફસડાઇ પડ્યોગાંધીનગરના ફતેપુરા ગામમાં 20 વર્ષીય યુવાન રોહિત ગોપાલજી ઠાકોર ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 27 મી ઓગસ્ટના રોજ રોહિત ફતેપુરા ગામમાં ખેતરમાં દવા છાંટી રહ્યો હતો. આ દરમિયાન તેને ઝેરી દવાની અસર થતાં તે ખેતરમાં જ ફસડાઇ પડ્યો હતો.

જેને ગંભીર હાલતમાં પરિવારજનો સેકટર 22ના ખાનગી દવાખાને લઈ ગયા હતા. જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી રોહિતને સઘન સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

સિવિલમાં 6 દિવસ સુધી ચાલી સઘન સારવારસિવિલમાં ફરજ પરના તબીબે રોહિતને તપાસતા જ તેની હાલત ગંભીર હોવાનું નિદાન કરીને તેને તાત્કાલિક ICU વોર્ડમાં દાખલ કર્યો હતો. સિવિલમાં 6 દિવસ સુધી તેની સઘન સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ ઝેરી દવાની ગંભીર અસરનાં કારણે તેની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો અને આજે શુક્રાવારે સવારે સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...