કાર્યવાહી:ચિલોડામાંથી ચાઇનીઝ દોરીની 20 ફિરકી પકડાઈ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દહેગામના શખસની તપાસ કરી હતી

ઉત્તરાયણના તહેવારમા ચાઇનીઝ દોરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. તેમ છતા કેટલાક વેપારીઓ વધુ નફો રળવા માટે છુપી રીતે ચાઇનીઝ દોરીનુ વેચાણ કરે છે. ત્યારે ચિલોડામાંથી ચાઇનીઝ દોરી લઇને ફરતા અને વેચાણ કરવા આવેલા શખ્સને 20 ફીરકી સાથે ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ પતંગોના તહેવારમા આકાશમાં યુદ્ધ ખેલાતા હોય છે. ત્યારે પોતાની પતંગ કોઇ કાપે નહિ તે માટે પતંગરસીકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જેને કેટલાક વેપારીઓ છુપી રીતે વેચાણ કરે છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સહિતની તપાસ કરવામા આવતી હતી.

તે દરમિયાન દહેગામ રોડ ઉપર શની રોહિતભાઇ દંતાણી (રહે, સાત ગરનાળા, દહેગામ) પાસે રહેલા થેલાની તપાસ કરવામા આવી હતી. જેમા તેની પાસેથી ચાઇનીઝ દોરીની 20 ફીરકી મળી આવી હતી. આ બનાવને લઇને તમામ ફીરકી કિંમત 2 હજાર જપ્ત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...