શાળાકીય અભ્યાસ દરમિયાન બનેલા બે મિત્રો દ્વારા ભાગીદારીમા ધંધો શરૂ કરાયો હતો. પાલનપુરમા રહેતા મિત્રએ રાજસ્થાનમા નમકનો ધંધો શરૂ કરવાનુ કહીને ઇન્ફોસિટીમાં રહેતા મિત્ર સાથે ભાગીદારી કરાર કરી અડધા અડધા નાણાં રોક્યા હતા. પરંતુ બંને મિત્રો વચ્ચે મનમેળ નહિ આવતા ઇન્ફોસિટીના મિત્રએ ભાગ છૂટો કર્યો હતો અને નાણાં પરત માગ્યા હતા. જેમા ચેક આપતા ચેક બાઉન્સ થતા ગાંધીનગર કોર્ટમાં કેસ કરાતા કોર્ટ દ્વારા બે વર્ષની સજા અને ચેકની રકમને વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો હતો.
ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમા રહેતા ઉષાબેન નરેશકુમાર ટાભાણી અને નિખિલકુમાર ભોગીલાલ જોશી (રહે, બ્રાહ્મણવાસ, પાલનપુર) શાળાકીય અભ્યાસ દરમિયાનની મિત્રતા હતા. જેને લઇને નિખિલ ગાંધીનગર આવે ત્યારે ઇન્ફોસિટીમાં મહેમાનગતિ કરતો હતો. તે દરમિયાન મહિલાના પતિ સાથે પરિચય થતા બંનેએ ડાયમંડ નમક નામથી ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જેમા નિખિલ 12 લાખ રૂપિયા લઇ ગયો હતો. પરંતુ સમયજતા બંને વચ્ચે મનમેળ તુટતા ભાગીદારી છુટી કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને નિખિલે 5 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ તેને ચાર મહિના પછી જમા કરાવવાનુ કહ્યુ હતુ.
જ્યારે ચેકને બેંકમા જમા કરાવ્યો હતો. તે દરમિયાન ચેક બાઉન્સ થયો હતો અને આ બાબતની જાણ કરાતા ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરાયુ હતુ અને હવે નાણાં નહિ મળે તેવો જવાબ આપી દીધો હતો. જેને લઇને ઉષાબેન ટાભાણીએ ગાંધીનગર કોર્ટમાં 138 મુજબનો કેસ દાખલ કર્યો હતો. જેમા વકીલ તરીકે ચિંતન કે.ત્રિવેદીને રાખવામા આવ્યા હતા.
કેસની મુદત દરમિયાન વકીલ દ્વારા આરોપીના વકીલ સામે દલીલ કરાતા જજ દ્વારા તેમની દલીલ માન્ય રખાઈ હતી અને આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આદેશ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ના ચૂકવે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.