પેપર ચેકિંગ:ધોરણ 12ની પરીક્ષામાં પાસ થવા માટે 2 છાત્રોએ ઉત્તરવહીમાં 500 રૂપિયાની નોટ ચોંટાડી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો. 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગુરુજન ગણાતા શિક્ષકોને પ્રલોભન આપવા માટેનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ધો. 12ની પરીક્ષામાં અલગ અલગ વિષયમાં બે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ. 500ની નોટ લગાડીને પાસ કરવાની વિનંતી કરી હોવાનું ઉત્તરવહી મુલ્યાંકન દ્વારા બહાર આવ્યું છે.

ધો. 12 કોમર્સ,સાયન્સની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. ધો. 12 સામાન્ય પ્રવાહ માટે એક વિષયની અને ધો. 12 સાયન્સ અને ધો. 10 માટે બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. આ પૂરક પરીક્ષા તા. 18થી20 જુલાઇ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષાના ઉત્તરવહીનું મુલ્યાંકનની કામગીરી શુક્રવારે તા.30મીએ પુરી થઇ છે.

આ પરીક્ષાની ઉત્તરવહીના મુલ્યાંકન દરમિયાન બે વિદ્યાર્થીઓએ પાસ થવા માટે અજીબોગરીબ તકનીક અપનાવી હતી. એક વિદ્યાર્થીએ એક વિષયમાં ઉત્તરવહીમાં સેલો ટેપથી રૂ. 500ની તો બીજા વિદ્યાર્થીએ પણ ઉત્તરવહીમાં સેલો ટેપથી રૂ. 500ની નોટ ચોંટાડી હતી.

અન્ય સમાચારો પણ છે...