મહેનત રંગ લાવી:પાટનગરની 2 વિદ્યાર્થિનીઓ બોર્ડમાં ઝળકી; પરીક્ષાની બીકથી બીમાર થયેલી વિદ્યાર્થિની A-1 ગ્રેડ લાવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઋતુ શાહ    -    વૈભવી સોલંકી - Divya Bhaskar
ઋતુ શાહ - વૈભવી સોલંકી
  • પિતાની છત્રછાયા ગુમાવનાર વૈભવીને એ-1 ગ્રેડ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થતા ગાંધીનગર શહેરની 2 વિદ્યાર્થિની તેમજ ગાંધીનગરમાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગર જિલ્લાની 2 વિદ્યાર્થિનીએ બોર્ડમાં ઝળકી A-1 ગ્રેડમાં સ્થાન મેળવીને અન્ય વિદ્યાર્થિનીઓને પણ તેમની જેમ અથાગ મહેનત કરી પરીક્ષામાં સફળતા મેળવવાની પ્રેરણા પુરી પાડી છે.

ખુશી પટેલ
ખુશી પટેલ

પરીક્ષા વખતે જ બિમાર પડી હોવા છતાં સેક્ટર-28માં રહેતી ઋતુ શાહે અથાગ મહેનત કરી એ-1 ગ્રેડ હાંસલ ઋતુ શાહે કર્યો છે. જ્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વૈભવી સોલંકીએ પણ મહેનત કરીને એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. બન્નેને સીએ કરીને ભાવિ કારકિર્દી બનાવવી છે.

ધરા પટેલ
ધરા પટેલ

સેક્ટર-28ની એન.કે. સ્કુલ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ શારીરિક અને સામાજિક મુશ્કેલીઓ વચ્ચે પણ એ-1 ગ્રેડ હાંસલ કરીને સમાજમાં એક નવો રસ્તો બતાવ્યો છે. એ-1 ગ્રેડ હાંસલ કરનાર ઋતુ શાહના પિતા યોગેશભાઇ શાહે જણાવ્યું છે કે ટેન્શનથી ગભરાઇ જતા બિમાર થઇ ગઇ હતી. ત્યારે શાળાના શિક્ષક રાજેશ દરજીએ કાઉન્સિલીંગ કરીને સમજાવતા પરીક્ષા આપી હતી.

બાયડના વતની અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ઋતુએ પરીક્ષા પૂર્ણ થતાં સીએના ક્લાસ જોઇન્ટ કરી લીધા છે. માતા-પિતાની ઇચ્છા ડોક્ટર બનાવવાની ઇચ્છા હતી. પરંતુ તેને સીએ કરવું હોવાથી કોમર્સમાં પ્રવેશ લીધો હતો. મામા-માસીના ભાઇ અને બહેન સીએ કરેલું હોવાથી સીએ કરવા પ્રેરણા મળી હતી.​​​​​​​

આવી જ રીતે બોર્ડની પરીક્ષામાં એ-1 ગ્રેડમાં આવેલી સુરેન્દ્રગર જિલ્લાની 2 વિદ્યાર્થિનીઓની વાત કરીએ તો સીએ કરવાની મનમાં ગાંઠ ધોરણ-10માંથી બાંધીને તે મુજબની મહેનત કરીને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એ-1 ગ્રેડ ખુશી પટેલે હાંસલ કર્યો છે. જ્યારે મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા માટે કેટની પરીક્ષા આપી્ને આઇઆઇએમમાં પ્રવેશ લઇને એમબીએ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ઇચ્છા ધરા પટેલે વ્યક્ત કરી છે. બન્ને દિકરીઓના પિતા ખેતીકામ કરે છે.ધોરણ-12 સામાન્ય પ્રવાહના પ્રસિદ્ધ થયેલા બોર્ડ પરિણામમાં જિલ્લાના 42 વિદ્યાર્થીઓનો એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.

તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના બે ખેડુત પરિવારની દિકરીઓએ ગામનું નામ રોશન કર્યું છે. સુરેન્દ્રનગરના સોલડી ની વતની અને હોસ્ટેલમાં રહીને સેક્ટર-23ની આર.સી.પટેલ સ્કુલમાં અભ્યાસ કરતી ખુશી પટેલ અને ધરા પટેલે એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. ખુશી પટેલને પુછતા તેણે જણાવ્યું છે કે પહેલાંથી જ મારે સીએ બનવું હોવાથી ધોરણ-10નું સારૂ પરિણામ આવવા છતાં ધોરણ-11 કોમર્સમાં પ્રવેશ લીધો છે. ભાવિ જીવન સુધારવા સારી લાઇન હોવાથી સીએ કરવું હતું. આથી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતાં જ સીએના ક્લાસ જોઇન્ટ કરી દીધા છે.

એ-1 ગ્રેડ હાંસલ કરનાર ધરા પટેલને પુછતા જણાવ્યું છે કે માતા પિતા ખેતી કામ કરે છે. ભણવામાં આઇઆઇએમ સંસ્થાનું નામ આવતું હતું. ઉપરાંત મેનેજરની કામગીરી વિશે પણ આવતું હોવાથી મેનેજર બનવું હતું. આથી આઇઆઇએમમાં કેવી રીતે પ્રવેશ મેળવવો તેનું માર્ગદર્શન ગુગલ ઉપરથી માહિતી લીધી હતી. ત્યારબાદ ટોપર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યું જોયા બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પછી કેટની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગઇ છે. કેટ પરીક્ષા પાસ કરીને આઇઆઇએમમાં એમબીએમાં પ્રવેશ લઇને મેનેજમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...