અકસ્માત:માણસામાં ગોઝારિયા હાઈ-વે પર 2 ST અથડાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 જેટલા મુસાફર ઘાયલ થયા

માણસાના ખરણા ગામ પાસેથી પસાર થતા ગોઝારીયા હાઈવે પર રવિવારે સાંજના સુમારે બે એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની વિગતો પ્રમાણે ગોઝારીયા ડેપો અને વડનગર ડેપોની આ બંને બસો હતો. જુનાગઢ-વડનગર તથા સિદ્ધપુર-નરોડાની આ બંને સામે ખરણા પાસે સામસામે અથડાઈ હતી. જેમાં એક બસના ડ્રાઈવર સહિત 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

બીજી તરફ અન્ય 20 જેટલા અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા માણસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિંગલ પટ્ટી રોડ પર પર ઓવરટેક કરવા છતાં બંને બસો સામસામે અથડાઈ હોવાનું કહેવાય છે. અહીં રોડનું કામ ચાલુ હોવાથી હાલ સિંગલ પટ્ટી જ ચાલુ છે. ત્યારે અકસ્માતમાં બંને બસ સામસામે અથડાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવીને સમગ્ર મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ગોઝરીયા હાઈવેનો રોડ મોટો છે પરંતુ વચ્ચે ડિવાઈડર ન હોવાને પગલે છાશવારે આ પ્રકારના નાના-મોટા અકસ્માત થતાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...