શહેરના સેક્ટર 13ડીમા આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. ઘરમાં રહેલી તિજોરી અને ડ્રોઅર તોડી 19.95 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ત્યારે જતા જતા તસ્કરો નજીકમા આવેલા એક સીસીટીવીમા કેદ થઇ ગયા હતા. જેમા બે તસ્કરો હાથમા થેલી લઇને જતા જોવા મળી રહ્યા છે, જેને લઇ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
રાજેશભાઇ ગોવિંદજી ઠાકોર (રહે, સેક્ટર 13ડી, પ્લોટ નંબર 433/1) ડ્રાઇવીંગ કરે છે. ત્યારે ગત 9 જાન્યુઆરીના રોજ ઘર બંધ કરીને અમદાવાદ સાસરીમાં ગયા હતા. જ્યારે ગુરુવારે તેમના પડોશી દ્વારા ઘરનુ તાળુ તુટેલુ હોવાની માહિતી આપતા ઘરે આવી ગયા હતા. ઘરે આવીને તપાસ કરતા ઘરમાંથી 19.95 લાખની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ.
રાજેશભાઇની સાસરીમા મકાન બનતુ હોવાથી સાસરીના રુપિયા જમાઇને રાખવા આપ્યા હતા. પરંતુ તસ્કરોએ રોકડ 5 લાખ અને દાગીના સહિત 19.95 લાખની માલમત્તાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરતા નજીકમા આવેલા સીસીટીવીમાં બે લોક શંકાસ્પદ જોવા મળી રહ્યા છે. હાથમાં થેલી લઇને જતા આરોપીઓ આસપાસના ઘર તરફ નજર નાખતા જોવા મળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.