તસ્કરી:2 મકાનમાં તસ્કરો ત્રાટક્યા BMW કાર હંકારી ગયા, પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે બનાવ બન્યો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અદાણી શાંતિગ્રામમાં ચોરીના 2 બનાવ

અદાણી શાંતિગ્રામમા આવેલા નોર્થપાર્ક બંગલોમા રહેતા વીમા એજન્ટના ઘરમા તસ્કરોએ મોડીરાત્રે ખાતર પાડ્યુ હતુ. વીમા એજન્ટનો પરિવાર બંગલામા ઉપરના માળે આરામ કરતો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સીસીટીવીના ડીવીઆર, મોબાઇલ ફોન અને બહાર પાર્ક કરવામા આવેલી બીએમડબલ્યુ કાર સહિત 23.23 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બંગલામાં પણ ચોરી થઇ હતી.

મળતી માહિતી મુજબ કૌશલ કૈલાશચંન્દ્ર દલાલ (રહે, નોર્થપાર્ક બંગલો, અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ, દંતાલી) વીમા એજન્ટ તરીકે કામગીરી કરે છે. ગત રવિવારની રાત્રિએ પરિવાર લગ્નમાંથી આવ્યા હતા, ત્યારબાદ તેમની બીએમડબલ્યુ કારને ઘર આગળ પાર્કિંગમા મુકી હતી. જ્યારે સોમવારે વહેલી સવારે જાગ્યા બાદ સોસાયટીમા ચોરી થઇ હોવાના સમાચાર મળ્યા હતા.નીકળતા તેમની જ પાર્કિંગમા મુકવામા આવેલી બીએમડબલ્યુ જોવા મળી ન હતી. આ ઉપરાંત ઘરમાં લગાવાયેલા સીસીટીવીનુ ડીવીઆર જોવા મળ્યુ ન હતુ.

તે આ ઉપરાંત સોસાયટીમા આવેલા સલીંદરપાલસિહ જગદીશસિંહના ઘરમાં પણ ચોરી થઇ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારે તેમના ઘરમાંથી એક આઇફોન અને બે કારની ચાવી તથા બે મકાનની ચાવીની ચોરી કરી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ. અડાલજ પોલીસ મથકમા બીએમડબલ્યુ કારની કિંમત 23 લાખ, મોબાઇલ કિંમત 20 હજાર અને ડીવીઆર કિંમત 3 હજાર મળી સુરક્ષિત ગણાતી શાંતિગ્રામ અદાણી ટાઉનશીપમાંથી 23.23 લાખની ચોરીની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...