તાકિદ:મનપામાંથી સસ્પેન્ડ કરાયેલા 2 SI, 2 સબ SIને પરત લેવાયા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરી કોઈ ગંભીર ભૂલ ન થાય તે માટે તાકિદ

ગાંધીનગર કોર્પોરેશનમાં કામગીરીમાં બેદરકારી બદલ બે સેનિટરી ઈન્સ્પેક્ટર અને બે સેનિટરી સબ ઈન્સ્પેક્ટરને 17 ડિસેમ્બરના રોજ સસ્પેન્ડ કરાયા હતા. જેઓનું સસ્પેશન રદ્દ કરીને ફરી કામ પર લેવાયા જોકે ફરી કોઈ ગંભીર ભૂલ ન થાય તે માટેની તાકીદ કરાઈ છે. ગાંધીનગર શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોના ટેક્ષના પૈસામાંથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આમ છતાં સફાઈમાં ઉણી ઉતરતી એજન્સી દ્વારા કામગીરીમાં કચાસ રહે છે. ઉઠેલી ફરિયાદોને પગલે મ્યુનિસિપલ કમિશનર ડિસેમ્બરમાં રાઉન્ડ પર નીકળ્યા હતા.

જેમાં બતાવેલી હાજરી સામે ઓછા માણસો હોવાનું સામે આવતા ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારે કામગીરીમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થયેલાં કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ એવા સેનિટરી ઈન્સ્પેક્ટર રાજન રાણા, તેજસ ઠાકર તથા સેનિટરી સબ ઈન્સ્પેક્ટર હિતેશ ગોહીલ તથા તુષાર ભેંસદડીયાને ફરજ પર પરત લેવાયા છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચારેય કર્મચારીઓને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી ચીમકી અપાઈ છે.શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સફાઈ કામદારો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...