તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપક્ડ:સે-28ના બંધ સરકારી મકાનોમાંથી જાળી ચોરતા 2 શખ્સ ઝડપાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તપાસમાં દારૂ પીવા માટે ચોરી કર્યાનું બહાર આવ્યું
  • એલસીબીએ 2 હજારની કિંમતની 5 જાળી અને 15 હજારની રીક્ષા સાથે સે-24ના પાસેથી ચોરને પકડ્યા

સેક્ટર-28 ચ-ટાઈપના જુના મકાનોમાંથી લોખંડની જાળીઓ ચોરતા બે શખ્સ ઝડપાયા છે. એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટી પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેમાં સેક્ટર-28 ગાર્ડનની પાછળના ભાગે આવેલા જુના અને ખાલી સરકારી મકાનોમાં સેક્ટર-24ના બે શખ્સો ચોરી કરે છે. જેના આધારે પોલીસે GJ-18-AV-9611 નંબરની સીએનજી રીક્ષા સાથે આરોપીને દબોચી લીધા હતા.

પોલીસે બંનેના નામ પૂછતાં તેઓ સે-24ના છાપરામાં રહેતાં અઝરૂદ્દીન ઉમરખાન બલોચ અને પ્રકાશ ઉર્ફે લાલો નાથાભાઈ પરમાર હોવાનું સામે આવ્યું હતું. જેઓ પાસેથી લોખંડની 5 જાળી મળી આવી હતી, જેથી પોલીસે 2 હજારની કિંમતની જાળી અને 15 હજાર રીક્ષા જપ્ત કરી હતી. આરોપીએ રીક્ષાની માલિકી અંગે પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. બંને યુવકોને દારૂ પીવાની આદત હોય દારૂ પીવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કરતાં હતા. પ્રકાશ અગાઉ બાઈક ચોરી અને એટીએમ ચોરીના ગુનામાં જ્યારે અઝરૂદીન પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...