તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાંધીનગરના સેક્ટર-11 ખાતે કારમાં જુગાર રમતા 2 શખ્સ રૂ. 8.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અલગ-અલગ સ્થળે જુગારના દરોડા : સેક્ટર-7 પોલીસે વાવોલ અને વિસનગરના શખ્સ સામે ગુનો નોંધ્યો

સેક્ટર-11 ચેતક મેદાનમાં કારમાં જુગાર રમતાં બે શખ્સોને ઝડપીને પોલીસે 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સે-7 પોલીસ સ્ટેશનના પીઆઈ જે. એચ. સિંધવના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંજે પોણા પાંચ વાગ્યે એક કાર શંકાસ્પદ લાગી હતી. પોલીસે પાસે જઈને ચેક કરતાં કારમાં બેઠેલા બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. બંને શખ્સોનું નામ પૂછતાં તે વાવોલનો ડીનજોન્સ વાસુદેવ વ્યાસ (57 વર્ષ, સાર્થક સફલ સોસાયટી), જયેશ નરસિંહભાઈ પ્રજાપતિ (43 વર્ષ, દમયંતિ સોસાયટી, વિસનગર) હોવાનું સામે આવ્યું હતું. જેઓ પાસેથી પોલીસે 8 લાખની કિંમતની GJ-02-DA-9766 નંબરની કાર, 60,400 રૂપિયા રોકડા અને 20,500ની કિંમતના બે મોબાઇલ ફોન મળી રૂ.8,80,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...