દિવાળી પર્વ:દિવાળી પર્વ નિમિત્તે માટીનાં 2 લાખ કોડિયાંનું વેચાણ થશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં રૂપિયા 2થી 200ની કિંમતના અવનવાં કોડિયાંનું વેચાણ થઈ રહ્યું છે

અંધકારના પર્વ દિપાવલીમાં દિપક કરીને ઉજાસનો સંદેશો આપે છે. ઉજાસના સંદેશામાં ઉપયોગમાં લેવાતા દિપક (કોડિયા)ની ડિમાન્ડ બજારમાં યથાવત જોવા મળી રહી છે. વર્તમાન લાઇટીંગના સમયમાં બજારમાં રૂપિયા 2થી 200ની કિંમતના કોડિયાનું વેચાણ થઇ રહ્યું છે. દિપાવલીના પર્વોમાં જિલ્લામાં અંદાજે 2 લાખ જેટલા કોડિયાનું વેચાણ થતું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.વર્તમાન ટેકનોલોજીના સમયમાં દિપાવલી પર્વમાં રોશની કરવા ઇલેક્ટ્રીકલ લાઇટીંગનો ઉપયોગ વધી ગયો છે. તેમાંય ચાઇનીઝ સીરીઝના આગમન બાદ મલ્ટીકલરની લાઇટીંગની ખરીદી લોકો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. તેમ છતાં દિપાવલી પર્વમાં લોકો કોડિયાની અચુક ખરીદી કરી રહ્યા છે. 40 વર્ષથી કોડિયા સહિત માટીના વાસણો બનાવતા કાન્તાબેન પ્રજાપતિએ જણાવ્યું છે કે બજારમાં રૂપિયા 2થી 200 કિંમતના અવનવા કોડિયાનું વેચાણ થાય છે. જેમાં હાલમાં ડાઇવાળા અલગ અલગ ડિઝાઇન કોડિયાની ખરીદી લોકો વધુ કરી રહ્યા છે. સાદા કોડિયા ચાકડા ઉપર બનાવવામાં આવે છે. જ્યારે ડિઝાઇનવાળા કોડિયા તેની અલગ અલગ ડાઇની મદદથી બનાવવામાં આવે છે.

1 કોડિયું 2થી 5 મિનિટમાં તૈયાર થાય છે
બજારમાં વેચાતા કોડિયામાં સાદુ કોડિયું બનાવવા માટે 2થી 3 મિનિટ થાય છે. જ્યારે ડિઝાઇનવાળું કોડિયું બનાવવા માટે 5 મિનિટ જેટલો સમય લાગતો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

1થી 9 દિવાડાના ઝુમ્મરનું વેચાણ વધુ
ડિઝાઇનવાળા કોડિયાની સાથે સાથે 1થી 9 દિવડાના ઝુમ્મરની ડિમાન્ડ દિપાવલી પર્વમાં વધુ રહે છે. જેની બજારમાં કિંમત રૂપિયા 100થી 200ની કિંમત હોવાનું વેપારીએ જણાવ્યું છે. જોકે ઝુમ્મરવાળા દિવડામાં લોકો મીણબત્તી મુકીને રોશની કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...