તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરજનોમાં ફફડાટ:સેક્ટર-27માં બંધ ઘરમાંથી 2 લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા ચકચાર

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના સે-27માં બંધ ઘરમાં 4 લાખની મત્તાની ચોરી થઈ હતી. - Divya Bhaskar
શહેરના સે-27માં બંધ ઘરમાં 4 લાખની મત્તાની ચોરી થઈ હતી.
 • શહેરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓ
 • વૃદ્ધ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ઘટના બની, સેક્ટર-21 પોલીસમાં ફરિયાદ નોંધાઈ

શહેરના સેક્ટર-27 ખાતે શીવમ સોસાયટી ખાતે 4 લાખની મતાની ઘરફોડની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્લોટ નં-1191 ખાતે રહેતાં મોતીભાઈ શાહ અને તેમના પત્ની નિવૃત્ત જીવનગાળે છે. તેઓની તબીયત સારી ન હોવાને પગલે સુરત ખાતે રહેતાં પુત્ર સાલીનભાઈ શાહ તેઓને 24 જાન્યુઆરીના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે આવી તકનો લાભ લઈ તસ્કરોએ તેમના ઘરમાં હાથફેરો કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે અહીં પ્લોટ નં-1191 ખાતે રહેતાં મોતીભાઈ શાહ અને તેમના પત્ની નિવૃત્ત જીવનગાળે છે. તેઓની તબીયત સારી ન હોવાને પગલે સુરત ખાતે રહેતાં પુત્ર સાલીનભાઈ શાહ તેઓને 24 જાન્યુઆરીના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓને એડમિટ કરતાં તેમના પત્ની અમદાવાદ ખાતે રહેતાં પુત્રીના ઘરે રોકાયા હતા. સે-27 ખાતે આવેલું તેમનું ઘર છેલ્લા 10 દિવસથી બંધ હતું. બુધવારે સવારે પાડોશીએ સાલીનભાઈને ફોન કરીને દરવાજાનો નકૂચો તૂટેલ હોવાનું કહ્યું હતું. જેને પગલે તેઓએ સે-27 ખાતે પહોંચીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાની જાળી તથા લાકડાના દરવાજાના નકૂચા તુટેલ હતા. સ્ટોરરૂમન દરવાજાનું તાળુ પણ તૂટેલ હતું અને તેમાં રાખેલી બે તીજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો.

ત્યારબાદ તેઓએ તપાસ કરતાં ઘરમાંથી 2 લાખ રોકડા, 80 હજારની કિંમતનું બે તોલાનું મંગળસૂત્ર, 40 હજારની કિંમતની ત્રણ વીંટી, 60 હજારની કિંમતની સોનાની બુટ્ટી, 20 હજારની કિંમતના ચાંદીના 5 સિક્કા, બે ગ્લાસ અને બે લગડી ગુમ હતી. જેને પગલે સાલીનભાઈ શાહે સમગ્ર મુદ્દે સે-21 પોલીસ સ્ટેશનમાં ચાર લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ચોરીની ઘટના બની ત્યાં ઉપરના માળે ભાડુઆત રહે છે. તેમની દીકરી રાત્રે 2 વાગ્યા સુધી વાંચતી હતી, તે સવારે 6 વાગ્યે ઉઠી ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો. તેણે પાડોશીઓને બુમ પાડીને દરવાજો ખોલાવ્યો હતો. નીચે આવ્યા બાદ જોયું તો ઘરનું તાળુ તૂટેલું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો