અકસ્માત:ચન્દ્રાલા પાસે દારૂ ભરેલી કાર પલટી જતાં 2નાં મોત, 1 ગંભીર

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચંન્દ્રાલા પાસે દેશી દારૂ ભરેલી કાર પલટી ખાતા બેના મોત, એક ગંભીર - Divya Bhaskar
ચંન્દ્રાલા પાસે દેશી દારૂ ભરેલી કાર પલટી ખાતા બેના મોત, એક ગંભીર
  • હિંમતનગરથી આવતી કારનો સોમવારે અકસ્માત

ચન્દ્રાલા પાસે દેશી દારૂ લઈને આવતી કાર પલટી જતાં 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી. કારમાંથી દેશી દારૂની થેલીઓ મળી આવતાં પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. ચન્દ્રાલા પાસે આવેલા એક શૈક્ષણિક સંકુલ પાસે સોમવારે વહેલી સવારે અકસ્માત થયો હતો.

પુરપાટ ઝડપે દોડતી કાર એકાએક અનેક પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર 3 લોકોમાં એક યુવતી સહિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ચિલોડા પોલીસે કારની તપાસ કરતાં 64 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. કાર પ્રદીપ રમેશભાઈ ચૌહાણ (રહે. મધુરમ સિનેમા પાસે, ઘી કાંટા કોર્ટ પાછળ, હમામની ચાલી, અમદાવાદ) ચલાવતો હતો જ્યારે સ્વરૂપ રૂપેશકુમાર પવાર અને નિશાબહેન નિમેષભાઈ પંચાલ (બંને રહે. અમદાવાદ) કારમાં સવાર હતાં.

અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને છાલા આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા, જ્યાં સ્વરૂપ પવારને તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે પ્રદીપ ચૌહાણ અને નિશાની સ્થિતિ ગંભીર જણાતાં ગાંધીનગર સિવિલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે પ્રદીપને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...