ધરપકડ:ચંદ્રાલા પાસે એસટી બસમાંથી દારૂની 24 બોટલ સાથે 2 ઝબ્બે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચિલોડા પોલીસે છેલ્લા અઢી મહિનામાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પરથી આ 11મી વખત દારૂ ઝડપી પકડ્યો

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા નાકા પોઈન્ટ ખાતે એસટી બસના 2 પેસેન્જર પાસેથી દારૂની 24 બોટલ મળી આવી હતી. ચિલોડા પોલીસનો સ્ટાફ રાત્રે પોણા એક વાગ્યે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર હતો ત્યારે હિંમતનગર તરફથી એસટી બસ આવી રહી હતી. પોલીસે બસ રોકાવીને પેસેન્જર્સનો સામાન ચેક કરતાં 2 યુવકોની બેગમાંથી દારૂની કુલ 24 બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે તેઓના નામ પૂછતાં તેઓ સાબરકાંઠાના પરવઠ ગામના સંદપી દલજીભાઈ નીનામા(25 વર્ષ) તથા ઈગરાજ નવતીનભાઈ નિનામા(21 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું.

ચિલોડા પોલીસે 10920ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને ગુનો નોંધ્યો હતો. આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રાજસ્થાન બોર્ડરને જોડતા ચિલોડા-હિંમતનગર હાઈવે પર મોટાપાયે દારૂની હેરાફેરી થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ખેપિયાઓ સરકારી કે પ્રાઈવેટ બસમાં દારૂની ખેપ મારતાં હોય છે. ચિલોડા પોલીસે છેલ્લા અઢી માસમાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પરથી આ 11મી વખત દારૂ ઝડપી પાડ્યો છે.

જેમાં પોલીસે ઓક્ટોબર મહિનામાં 4 તારીખે સરકારી બસમાંથી બીયરના 24 ટીન, 13મીએ રાજસ્થાન પાસિંગની બસમાંથી 192 ટેટ્રાપેક, 14મીએ ખાનગી બસમાંથી 85 ટેટ્રાપેક, 18મીએ દારૂની 37 બોટલ અને બીયરના 2 ટીન, 26મીએ દારૂની 36 બોટલ ઝડપી પાડી હતી. નવેમ્બર માસની વાત કરીએ તો 5મીએ ખાનગી બસમાંથી 6 બોટલ, 12મીએ ખાનગી બસમાંથી 20 બોટલ અને 28મીએ ખાનગી બસમાંથી 84 બોટલ દારૂ ઝડપાયો હતો. જ્યારે આ મહિનામાં 5 ડિસેમ્બરના રોજ દારૂના 371 ટેટ્રાપેક અને 11 ડિસેમ્બરે બસમાંથી દારૂની 12 બોટલ ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...