તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાની 2 ઘટના

ગાંધીનગર,કલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુંડાલમાં ખોટા દસ્તાવેજ બનાવી ખેડૂતની ખોટી સહી કરાવી લીધી
  • સારંગ સંગીત ક્લબના માલિકની કરોડોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી લીધી

પાટનગરમા જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઇને ભૂમાફિયાઓનો ડોળો સતત ફરકી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની બોર્ડર ઉપર આવેલા ઝૂંડાલ ગામની સીમમા આવેલી સારંગ સંગીત ક્લબના માલિકની પોણા પાંચ વીધા જમીનને ભૂમાફિયાઓ દ્વારા હડપ કરવાની કારસો રચ્યો હતો. ખોટી સહિ કરીને જમીન હડપ કરતા ખેડૂતે ફરિયાદ નોંધાવી.

મળતી માહિતી મુજબ શરદચંન્દ્ર લાલભાઇ પટેલ (રહે, પારસકુંજ સોસાયટી, અમદાવાદ, મૂળ રહે, ઝૂંડાલ ગાંધીનગર) અમદાવાદમા સારંગ સંગીત નામની ક્લબ ધરાવે છે અને હારમોનિયમ, કી બોર્ડ અને તબલા વગાડવાની તાલીમ આપે છે. તેમની ઝુંડાલ ગામની સીમમા બ્લોક નંબર 33/1મા અઢી વીધા, જ્યારે 44/2મા સવા બે વીધા જગ્યા આવેલી છે. આ જગ્યા વેચાણ માટે વર્ષ 2018મા દશરથ ભીખાભાઇ રાજગોર (રહે, કર્ણાવતીનગર, કૃષ્ણનગર, અમદાવાદ) આવ્યા હતા અને જગ્યા માટે ગ્રાહક લાવશે તેમ કહ્યુ હતુ.

જ્યારે ડીસેમ્બર 2020મા દશરથભાઇએ કહ્યુ હતુ કે, તમારી જમીનનુ વેચાણ થઇ ગયેલ છે. જો તમારે અન્ય જગ્યાએ જમીન લેવાની હોય તો કહેજો, સાણંદ પાસે તાજપુર ગામમા ચાર વીધા જગ્યા છે. તે સયમે કહ્યુ હતુ કે, તેમણે જમીન માલિકને 50 હજાર આપ્યા છે તમારે આપવાની જરૂર નથી. કહી ફોટોગ્રાફ, આધારકાર્ડની નકલ આપી હતી. પરંતુ બાદમા ડોક્યુમેન્ટ પરત માગતા ખોવાઇ ગયા હોવાનુ કહ્યુ હતુ.

બાદમા ગત 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગાંધીનગર સબ રજીસ્ટ્રારમાંથી ફોન આવતા જાણવા મળ્યુ હતુ કે, તેમની ઝુંડાલમા આવેલી જમીનના ખોટા બાનાખત અને પાવર ઓફ એટર્ની કરી જમીન પચાવી પાડવાનો કારસો રચવામા આવ્યો છે. પાવર ઓફ એટર્ની દશરથ ગોરના નામે હતી, જેમા ખેડૂતા આધારકાર્ડનો ઉપયોગ કરાયો હતો. જમીન પચાવી પાડવાના કારસાને લઇ ખેડૂતે વાંધા અરજી આપી હતી. જેમા સાક્ષી તરીકે પ્રતિક મહેન્દ્ર પ્રજાપતિ (રહે, નરોડા, અમદાવા) અને રાજેશ બચુભાઇ રાઠોડ (રહે, સૈજપુર ટાવર, અમદાવાદ) દ્વારા સહિ કરાઇ હતી.

પાવર ઓફ એટર્ની બનાવી ભત્રીજીની જમીન હડપ કરી પુત્રને વેચી મારી
બે ભત્રીજીની ખોટી સહીઓના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને સગા કાકાએ વિડોપાર્જીત જમીન પોતોના પુત્રને વેચી મારી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કલોલ પોલીસમાં નોંધાઇ છે. જમીન હડડપ કરવાના કૌભાંડમાં કાકા, તેમનો પુત્ર, મહેસાણાના એટવોકેટ-નોટરી સહિત પાંચ શખ્સો સામે ભત્રીજીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની વિગત એવી છે કે અમદાવાદના ચાંદખેડામાં રહેતા ચંન્દ્રીકાબેન દશરથભાઇ પટેલે કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે અમારા પિતા અને મારા કાકાના નામે બોરીસણાની સીમમાં જમીન આવેલી છે. તે પૈકી ઔડાએ કેટલીક જમીન સંપાદન કર્યા બાદ 1180 ચો.મીટરનો પ્લોટ બાકી રહ્યો હતો. તેના ચોથા ભાગના હકદાર તરીકે મારી માતા, મારો ભાઇ હસમુખભાઇ અને કપિલાબેન સહિત અમે બે બહેનનો છીએ.

મારા ભાઇ હસમુખભાઇને લોન લેવાની હોવાથી કલોલ મામલતદાર કચેરીમાંથી જમાનના ૭-૧૨ના ઉતારા કઢાવ્યા હતાં. તેમાં અમારા ચાર જણાના નામ ન હોવાથી તપાસ કરાવી હતી. ત્યારે એવી હકીકત જાણવા મળી હતી કે મારા કાકા નટવરભાઇ પટેલે જુલાઇ 2008માં ખોટો પાવર ઓફ એટર્ની બનાવી તેમના પુત્ર પ્રવિણને રૂ. 75 હજારમાં આ જમીન વેચાણ દસ્તાવેજથી આપી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યુ હતું કે મારી માતા સહિત અમારા ચારે જણાની સહીઓ પાવરના દસ્તાવેજમાં કરેલી હતી.

વાસ્તવમાં કપિલાબેન સહિત અમે આવી કોઇ સહી કરી ન હતી. પરંતુ અમારી ખોટી સહીઓ કરી પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપ કરાવનું કાવતરૂ કરવામાં આવ્યુ હોવાનું જણાઇ આવ્યુ હતું. આ અંગે અમારા કાકાને પૂછવામાં આવતાં તેમણે ધમકી આપી હતી કે તમારી લાશ પણ હાથમાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...