રિપોર્ટ પોઝિટીવ:ગાંધીનગરમાં IITના 2 વિદ્યાર્થીને કોરોના વધુ 10 દર્દી સાજા થયા, 4 તાલુકામાં એકપણ કેસ નોંધાયો નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના મનપા તેમજ ચારેય તાલુકામાંથી એકપણ કોરોનાનો કેસ નહીં નોંધાયા બાદ રવિવારે વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. આઇઆઇટીમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી અને 20 વર્ષીય વિદ્યાર્થીનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે બન્ને વિદ્યાર્થીઓને તાવ અને સામાન્ય શરદી હોવાથી તેમણે ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

ખાનગી હોસ્પિટલે કોરોનાના પોઝિટીવ રિપોર્ટની જાણ ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રને કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા બે વિદ્યાર્થીઓના સંપર્કવાળાના ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે કોરોનાની સારવારને અંતે વધુ 10 દર્દીઓ સાજા થયા છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહિ હોવાનું તંત્રએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...