નિમણૂક:જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો પર 2 ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરાઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણીને લઈને જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર અને અને માણસા વિધાનસભા બેઠક માટે લખનઉના એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર વી. એસ. નેગીની નિમણૂક કરાઈ છે. જ્યારે દહેગામ, ગાંધીનગર દક્ષિણ અને કલોલ બેઠક માટે કાનપુરના એડિશનલ ઇન્કમટેક્ષ કમિશનર સંતોષકુમારની નિમણૂંક કરાઈ છે. જેમાં કોઇપણ ઉમેદવાર કે નાગરિક એક્સપેન્ડિચર ઓર્બ્ઝવર વી.એસ. નેગીને 63565 57974 અને સંતોષકુમારને 63565 57973 પર સંપર્ક કરી શકશે.

આ બંને ખર્ચ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શુક્રવારે જિલ્લાની વિવિધ ચૂંટણી સંબંધિત ટીમોના નોડલ અધિકારીઓ, આર.ઓ. અને એ.આર.ઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વી.એસ. નેગીએ અત્યાર સુધીમાં કુલ કેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે તેની વિગતો મેળવી હતી. તેમણે તમામ ઉમેદવારોને અલગ બેંક એકાઉન્ટ ખોલાવવા તેમજ ચૂંટણી ખર્ચની મર્યાદા સહિત તેમની ખર્ચ સંબંધિત વિગતોથી માહિતગાર કરવા જણાવ્યું હતું. આ તરફ વી.એસ.ટી. ટીમના નોડલ અધિકારીને જે અંગેની પરમિશન આપી હોય તે તમામ વાહનો, હોર્ડિગ્સ અને અન્ય ચીજવસ્તુનો ખર્ચ ગણવા માટે જણાવ્યું હતું. સાથે ચેકિંગ પોઇન્ટ પર વાહનનું ચેકિંગ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...