તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વડસરની કંપનીમાંથી 150 કિલો કોપર પાઈપો ચોરનાર 2 ઝડપાયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • LCB-1એ 97 હજારની પાઈપો, બાઈક જપ્ત કર્યું

કલોલ તાલુકાના વડસરમાં અઠવાડિયા પહેલાં કંપનીમાંથી 150 કિલો જેટલી કોપરની પાઈપો ચોરનાર બે શખ્સો ઝડપાયા છે. ગાંધીનગર એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ સક્રિય હતી ત્યારે કોન્સ્ટેબલ રાજવીરસિંહ અને વિજયસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વાંસજડા ગામની સીમમાંથી ચોરીની પાઈપો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

જેઓના નામ પૂછતાં તેઓ વાસંજડા ગામના નિરવ વિહાજી ઠાકોર અને મંજેશ દિનેશજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસેથી મીણીયાની થેલીઓમાં ભરેલી કોપરની પાઈપો 150 કિલો 500 ગ્રામ ટુકડા કરેલી હાલતમાં મળી હતી, જેની કિંમત 97,825 થવા જાય છે. જે અંગે પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ આ અંગે ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતાં તેઓએ ગત રવિવારે રાત્રે વડસરમાં આવેલા ટોપ લાઈન કંપનીમાંથી કોપરની પાઈપો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ બાબતે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેને પગલે એલસીબીએ કોપરની પાઈપો અને 25 હજારની બાઈક કબ્જે લઈને બંને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...