તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષપલટો:‘આપ’ના 2 ઉમેદવારો થયા પારકા! જેમાં એકે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ-કોંગ્રેસના દબાણથી ઉમેદવારી પરત ખેંચી હોવાનો આપનો દાવો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ તોડજોડની રાજનિતી શરૂ થઈ ગઈ છે. જેમાં વોર્ડ નં-5માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો નિશીરાજ અમરસિંહ રમલાવત અને કુંપલબેન દવેએ પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું છે. આમ આદમી પાર્ટીએ જેની પર વિશ્વાસ મુકીને ટિકિટ આપી તેવા નિશીરાજ રમલાવતે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પાછું ખેંચીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. નિશીરાજે ‘ભાઈ જેવા બ્રીજરાજસિંહ ગોહીલના મસર્થનમાં ફોર્મ પાછું ખેંચતો હોવાની જાહેરાત કરી છે.

તો આ તરફ મહિલા ઉમેદવાર કંપલબેન દવેએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યુ છે. તેઓએ ઉમેદવારી પરત ખેંચવાના કારણ અંગે કોઈ જાહેરાત કરી નથી. જોકે આમ આદમી પાર્ટીના સ્ટેટ મીડિયા ઈન્ચાર્જ તુલી બેનર્જીએ નિશીરાજે કોંગ્રેસના પ્રેશરના લીધે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનો દાવો કર્યો છે. તો બીજ તરફ કુંપલબેન દવેએ દિકરાની નોકરી પર ભાજપના પ્રેશરના લીધે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનો સીધો આક્ષેપ કર્યો છે.

નિશીરાજનાં માતા કોંગ્રેસમાં ચૂંટણી લડ્યાં હતાં, જેઓ1022 મતથી હાર્યાં હતાં
નિશીરાજના માતા રંજનાબેન રમલાવત 2016માં કોંગ્રેસમાં ચૂંટણી લડ્યાં હતા, જેઓની 1022 જેટલા મતથી હાર થઈ હતી. ત્યારે આ વખતે પુત્રે આપમાંથી ઉમેદવારી કરી હતી. જોકે છેલ્લી ઘડીએ નિશીરાજે ઝાડું છોડીને કોંગ્રેસના હાથ પકડી લીધો હતો.

વોર્ડ -5માં ભાજપને ટક્કર આપશે કોંગ્રેસ
વોર્ડ નં-5નો વિસ્તાર સામાન્ય રીતે ભાજપ તરફી રહ્યો છે, 2016ની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપની આખી પેનલ જીતી હતી, ભાજપની પેનલને કોંગ્રેસ કરતાં 1977 જેટલા મત વધુ મળ્યા હતા. જોકે તેમાં મહેન્દ્રસિંહ રાણા માત્ર 62, પ્રિતિબેન દવે 380, જયદેવ પરમાર 637 જ્યારે રીટાબેન પટેલ 1022 મત વધુ મળ્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણી અહીં ભાજપને કોંગ્રેસ સારી ટક્કર આપે તેવી સ્થિતિ છે. વોર્ડ નં-5માંથી આપના 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે ભાજપ-કોંગ્રેસના 4-4, આપના 2 અને બસપામાંથી એડવોકેટ જેપાલ અમૃત મળી કુલ 11 ઉમેદવારો મેદાન રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો