દુર્ઘટના:વીજળી પડતાં દહેગામ અને ગાંધીનગર તાલુકામાં 2 ભેંસનાં મોત

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત શનિવારે સમી સાંજે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી પડવાથી બે ભેંસના મોત નિપજ્યા છે. તેમાં ગાંધીનગર અને દહેગામ તાલુકાના બે જ ગામોની ભેંસોના મોત થતાં પશુપાલકોની રોજી રોટી છીનવાઇ છે. જોકે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા નિયમોનુંસાર સહાય ચુકવવામાં આવશે.છેલ્લા પંદરેક દિવસના વિરામ બાદ ગત શનિવાર સાંજે ગાજવીજ સાથે જિલ્લાના ગાંધીનગર, દહેગામ અને કલોલ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. વીજળીના ચમકારા સાથે પડેલા વરસાદના કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

પરંતુ જિલ્લાના ત્રણ પશુપાલકોની રોજીરોટી છીનવાઇ ગઇ હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી પડવાથી દહેગામ તાલુકાના નવાનગરના પશુપાલક પીયુષભાઇ ગોવિંદભાઇ પટેલની ભેંસ ઉપર વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં પણ વીજળી પડવાથી ભેંસનું મોત નિપજ્યું છે. તેમાં જશુભાઇ કાન્તિલાલ દંતાણીની ભેંસનું મોત થયું છે. વીજળી પડવાથી પશુઓના મોત બદલ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા આર્થિક સહાય ચુકવવામાં આવે છે. આથી નિયમોનુસાર બન્ને પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવશે તેમ જિલ્લા પશુપાલન અધિકારી ડો.સુરેશ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...